________________
સ્વયં છોડનારને વાગે છે.
એકવાર વિનય ચૂકેલો ગમે તેવો વીર હોય પણ તેણે લાયકાત ગુમાવી દીધી. હતું તે ગયું, નવું વિશેષ મળવાનું નથી.
અહંકારનું પરિણામ પતનનું કારણ બને છે. વિનયએ ગુણનો અધિકારી છે. ગુરુ પ્રત્યે વિનય વડે શિષ્ય મુક્તિનું શિક્ષણ પામે છે. “વિનય વડો સંસારમાં ગુણ માંહે અધિકારી.” “માને ગુણ જાયે ગળી જો જો પ્રાણી વિચારી, રે જીવ ! માન ન કીજીયે.''
૩૭. મૂળ ગુણનું મહાત્મ્ય
ભાઈ, તું માનવ, તારો મૂળ ગુણ કયો ? દેહવિષ્ટ વિકસિત મળી. બુદ્ધિનું તંત્ર મળ્યું. જીવન જીવ્યો પણ મર્મ પકડયો નહીં.
ફૂલ ચીમળાઈ જાય, પગ નીચે ચગદાઈ જાય છતાં નષ્ટ થતાં સુધી તેની સુવાસ છોડતું નથી.
રે માનવ ! તને ખબર છે તારી પાસે કઈ સંપત્તિ છે ? જેને ભેગી કરતા જન્મો ગયા. આ જનમમાં તેના તરફ ખ્યાલ ન કર્યો. જે સંપત્તિ સગવડ ગુણાદિ માટે છે તેની પાછળ પ્રાણ ખર્ચી નાખ્યા. સાચી સંપત્તિ ઃ
આર્યદેશ, આર્યકુળ, માનવ જન્મ. સદેવ સદ્ગુરુ, સત્ દયારૂપ ધર્મ, શાસ્રબોધનો યોગ.
આ સાત તાત્ત્વિક સંપત્તિની તને ખબર છે ? જાણવાનો અવકાશ મેળવ્યો ?
દુન્યવી સંપત્તિ સાથે ન આવે તેની બરાબર ખબર છે. બેંક બેલેન્સ, સોનું, રૂપું, ઘર, દુકાન, હીરા, માણેક તે કશું કોઈને લઈ જતાં જોયા ?
આજે જે તારી પાસે તાત્ત્વિક સંપત્તિ છે તે કયાં મૂકી છે ? તે મૂકવાની જગા એક પુરું તારું સાબૂત કાળજુ છે, નિર્મળ હૃદય છે, ને
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૬૭