________________
આવા મહાનુભાવો ઘણા હતાં અને છે. પણ અત્રે પ્રસંગોપાત સ્મરણ થયું શ્રી દલસુખભાઈ માલવણીયા, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ. એ સૌ સંપત્તિવાન થઈ શક્યા હોત પરંતુ શ્રીમંતાઈની કામના ત્યાં પાછી પડી ગઈ અને તેઓ ઉત્તમ જીવન જીવી ગયા. તે તેમની શ્રીમંતાઈ હતી.
શ્રી રમણિકભાઈ અને તારાબહેન મોદી, લગ્નજીવન છતાં આ જીવન બ્રહ્મચારી. આ કિંચનત્વ તો ખરું જ. રમણિકભાઈ મહાત્મા ગાંધી બાપુ સાથે સત્યાગ્રહમાં જોડાયેલા, જેલમાં ગયેલા. સમયાધીન તેમને સરકાર તરફથી પચાસ હજાર જેવી રકમ સ્વાતંત્ર્ય સેનાની તરીકે મળી હતી. | મારો તેમની સાથે પરિચય નિકટનો હતો, તેમનો મળી જવા માટે ફોન આવ્યો. તેમની પાસે ગઈ. પેલા પચાસ હજારનો ચેક અપંગ માનવ મંડળના નામે લખી આપ્યો. ત્રણ જોડ કપડાવાળા બીજું શું કરે?
મેં મારી ક્ષમતા પ્રમાણે કહ્યું કે મોંઘવારી વધતી જાય છે, તમે કોઈની પાસેથી કંઈ લેતા નથી તો આ રકમ રહેવા દો, તમારી હયાતિ પછી આપી દઈશું.
તેઓ કહે ધન મેળવવા માટે સત્યાગ્રહમાં નહોતો ગયો. વળી અમારું જીવન જે કંઈ સગવડ છે તેમાં નભે છે. ખબર છે કઈ રીતે ? દૂધ મોઘું થયું તો ઉકાળો શરૂ કર્યો. પણ પેલી રકમ તો આપી જ દીધી. તેની કોઈ જાહેરાતો નહિ કરીને પુણ્યને પુણ્ય જ રહેવા દીધું.
મહાત્મા ગાંધીના યુગમાં કે તે પહેલા અને આ ભારતની ધરતી પર આવા ઘણા માણેક ચમક્યા છે. અહીં તો અમુક પરિચિત મહામાનવોનું સ્મરણ થયું તેથી પ્રસ્તુત કર્યું છે.
છે૧૫. જોગીનું પવિત્ર આભામંડળ
યોગી જીવનની પવિત્રતા એટલે નીતરતું નિર્મળજળ. વિષયના વિકારો તો ઝેર સમ જાણી ત્યજી દીધા છે. કષાયની કાંટાની વાડો જેની કપાઈ ગઈ છે, આહારાદિ સંજ્ઞાઓ પરિવર્તિત થઈ છે. આહારથી ૩૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો