________________
રાગદ્વેષના પડમાં પીસાઈ રહ્યું છે.
“ખલક સબ રૈનકા સ્વપ્ના સમજ, મન કોઈ નહિ અપના કઠણ હૈ લોભકી ધારા, બહત સબ મન સંસાર, કુટુંબ પરિવાર સુતદારા, ઉસી દિન હો ગાય ન્યારા, નિકલ જબ પ્રાણ જાયેગા, કોઈ નહિં કામ આવેગા ! સદા મત જાણો યહ દેહા, લગાવો રામસે નેહા, કટેગી જમકી તબ ફાંસી કહે કબીર અવિનાશી.'
..
૮૧. પશુઓમાં પ્રેમનું અનોખું દર્શન
હે માનવ ! પ્રેમની ભાવના પક્ષીઓથી ઊંચી રાખજે નીચે ન આવતો.
એક જંગલમાં એક મોટું વૃક્ષ હતું. તે એટલું પુરાણું હતું કે પાંચ છ પેઢીના પક્ષીઓ તેના આશરે રાત્રિ સુખેથી ગાળતા. વૃદ્ધ પક્ષીઓ વિસામો લેતા. વૃક્ષના પાંદડે પાંદડે પક્ષીઓના વિસામાની આભા રચાઈ હતી. વૃક્ષના પાન અને પક્ષીઓની જાત એકમેક થઈ ગયા હતા. ભલે વાચા ન હતી પણ સાંકેતિક ભાવનાનું બળ વહેતું હતું.
એકવાર જંગલમાં દવ લાગ્યો. વૃક્ષે સાંકેતિક ભાવ વ્યક્ત કર્યો હે પક્ષીઓ ! તમે ઊડી જાવ. આ દવ તમને ભરખી જશે. પક્ષીઓએ પણ સાંકેતિક સંજ્ઞામાં જવાબ આપ્યો કે અમારી પાંચ પેઢીના તમે રક્ષક છો, તમને છોડીને અમે નહિ જઈએ.
વૃક્ષે કહ્યું મારાથી તો ખસાય તેમ નથી. નહીં તો તમને લઈને સ્થળાંતર કરી દઉં. પણ તમે સૌ ઊડી જાવ. પક્ષીઓ કહે, અમે તમારી સાથે ભસ્મીભૂત થઈશું પણ તમને નહિ છોડીએ.
આ લખનાર ભાવુક કોઈ લેખકે ભાવનાની ખૂબ ઉત્તમતા કુદરત સાથે વ્યક્ત કરી છે. દાવાનળને આ સાંકેતિક ભાવના પહોંચી હોય તેમ દાવાનળ સ્વયં અટકી ગયો, આ વૃક્ષ સુધી આવ્યો જ નહિ.
૧૪૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો