________________
કરીને શોધ તો મળશે.
આ જીવ અજ્ઞાનવશ દૈહિક પદાર્થોમાં સુખ શોધે છે. જયાં સુખ નથી. જ્ઞાનના પ્રકાશમાં જુએ તો અંતરનું સુખ અંતરની સમશ્રેણિમાં, સમતારસમાં પડયું છે. અજ્ઞાનવશ તે સુખને પૌલિક ભૌતિક વસ્તુઓમાં શોધે છે. એ જડ પદાર્થો સાધન છે સગવડ આપે. જીવ અજ્ઞાનવશ ત્યાં સુખની કલ્પના કરે છે. વળી તે પદાર્થો નિરંતર પરિવર્તન પામનારા છે તે તને સ્થાયી સુખ કયાંથી આપે?
કોઈ સંત કે સત્પુરુષને શોધ. જેમની પાસે સાચા સુખની ચાવી છે. તે તને ચાવી આપશે. તેના વડે અજ્ઞાનના તાળા ખૂલી જશે પછી તું અંતરના સુખનો અનુભવ કરીશ.
સુખનું સરનામું તારા પોતાના અનંત ગુણ સ્વરૂપ આત્મામાં જ છે. બાહ્ય સુખનો ભ્રમ છૂટે તો જ્યાં છે ત્યાં જ્ઞાનપ્રકાશમાં અનુભવ
થશે.
“હે જીવ તું ભ્રમ મા, અંતરનું સુખ અંતરની સમશ્રેણિમાં છે.” તે બહાર શોધવાથી નહિ મળે.
૪૫. સદ્ગુરુની અદ્ભુત આભાર
આત્મા અનુભવાત્મક તત્ત્વ-સ્વરૂપ-વસ્તુ છે. તે આત્માના જ શુદ્ધભાવમાં અનુભવાય છે. શુદ્ધ એટલે શુભ કે અશુભ ભાવ નહીં. આત્મા આત્માના શુદ્ધ જ્ઞાનમાં જણાય. તેની આંશિક પ્રતીતિ તે સમ્યગુદર્શન, જયાંથી શુદ્ધ ધર્મનો પ્રારંભ થાય છે.
અનુભૂતિની વાત કે વાદવિવાદ નહોય. સાકર ખાય તેને ગળપણનો અનુભવ થાય. સૂત્રો તેનું વર્ણન કરી ન શકે. અનુભવ તેની પાસે છે. પછી વર્ણનની શી જરૂર? છતાં મૂંગો છે એટલે કહી શકતો નથી.
એકવાર ત્રણ ચાર અંધ મનુષ્યો પ્રકાશની ચર્ચા કરતા હતા. પ્રથમ કહે કે પ્રકાશ પીળો હોય, બીજો કહે પ્રકાશ લાલ હોય, ત્રીજો કહે પ્રકાશ સફેદ હોય. આ તેમણે કોઈ સંદર્ભમાં સાંભળેલી વાત હતી. અનુભવતો
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
CO