________________
હાથ જોડીને શાંતિથી બેસી ગયો.
ગુરુદેવ કહે ભાઈ આ સ્વર્ગ. શાંતિ મળીને? ગુસ્સો, આવેગ, અશાંતિ એ બધા નરકના દ્વાર છે. સમતા, ક્ષમા, શાંતિ અને પ્રેમ એ સ્વર્ગના દ્વાર છે.
બંગલો સુંદર હતો. પણ કોઈ કારણસર તે ભૂતિયો મનાવા લાગ્યો, સુંદર હોવા છતાં કોઈ રહેવા ન જતું, તેમ આ દેહ ભૂતિયા બંગલો છે, તેમાં યોગી મોહથી કેવી રીતે રહે?
કોઈ વ્યક્તિ બીમાર પડે તો ઘરે ન રહે હોસ્પિટલમાં રહે તેમ જેને ભવરોગ દેખાય તે સંસારમાં કેવી રીતે રહે? સંસારનો ત્યાગ કરી સાધના ક્ષેત્રે રહે.
“પ્રભુ આ વિનંતિ હવે તો સ્વીકારો, નથી ગમતું ભવમાં હવે તો ઉગારો !”
૮૦. રામ કયા વસે છે ?
સંત કબીર નાતિ પાતિ ભેદ વગર સત્સંગ કરતાં. બાળપણમાં સંયોગવશાત્ માએ જન્મ આપીને નદી કિનારે વસ્ત્ર રહિત ત્યજી દીધા હતા. યોગાનુયોગ ત્યાંથી એક મુસ્લીમ દંપતી પસાર થતા હતા. તેમને કાને બાળકના રડવાનો અવાજ આવ્યો. જોયું તો તરતનું જન્મેલું બાળક. રડતું મૂકીને કેવી રીતે જવાય? તેમણે આ બાળકને અપનાવી લીધું. પોતે નિઃસંતાન હતાં, રાજી થયા.
છ મહિના પછી નામ વિધિ માટે મુલ્લાજી પાસે લઈ ગયા. મુલ્લાજી કહે આ તમારું બાળક નથી અને કોનું છે તે ખબર નથી તેથી જાત જાણ્યા વગર નામકરણ વિધિ નહિ થાય.
આ દંપતિએ પોતે તેનું નામ કબીર રાખ્યું. કબીર બાળપણથી સંત પ્રેમી હતો. પરંતુ તેની નાત જાતની ભાળ ન હોવાથી તેના ગુરુ થવા કોઈ તૈયાર ન હતું.
પરંતુ આંતરિક ભાવનાને બળે તેને એક ગુરુએ શિક્ષણ આપ્યું. ૧૪ ૨
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો