________________
“ઓહ, પ્રભુ તમે આ વેશે પધાય !” હત્યારામાં પણ જેને પ્રભુના દર્શન થાય તેમની જીવન શ્રદ્ધા કેટલી નિર્મળ હશે! હત્યારાના હાથમાંથી છરો પડી ગયો તે વિનોબાજીને નમી પડયો.
ભકતો, સંતો બોલે છે “આત્મા સો પરમાત્મા” જીવમાત્ર શિવ છે, પણ જેને પોતામાં શિવના દર્શન થાય તેને સૌમાં શિવના દર્શન થાય. હજી પોતાના આત્માને માયાના બંધનમાં રાખ્યો છે. ત્યાં આત્મા પરમાત્મરૂપે કેવી રીતે સમજાય? સૌમાં પરમાત્મા કયાંથી જણાય? આત્માની પવિત્રતા પામવા પોતે સ્વયં પવિત્ર થવું. એ પવિત્રતા એટલે અહિંસાદિ વ્રતો, સર્વજીવમાં સમદષ્ટિ.
૦૭. સીમા રહિત માતૃત્વ
ઝેરી પદાર્થ પૌલિક છે તેની અસર ચક્ષુગોચર કે દૈહિક ચેષ્ટાથી જણાય છે. અમૃત અતિન્દ્રિય પદાર્થ છે જ્ઞાનથી અનુભવાય છે.
અમુક પ્રકારના રોગમાં, ચેપમાં ઝેરી તત્ત્વ શરીરમાં વ્યાપેલું હોય છે. સ્પર્ધાદિથી અન્યને અસર કરે છે.
સત્ પુરુષોમાં, સંત, યોગીમાં જીવનની પવિત્રતામાંથી અમૃત (અરૂપી પ્રવાહ) પ્રગટે છે. પાત્ર જીવો તે ઝીલી શકે છે. આ સંતપુરુષો મહાસંયમી, ઈંદ્રિય વિજેતા, રાગાદિ દૂષણોથી વિરક્ત હોવાથી તેમનામાં અલૌકિક લબ્ધિઓ પ્રગટે છે. પાત્ર જીવોને તેનો લાભ મળતા તેમના જીવનમાં પણ સત્ પ્રગટે છે. "
શ્રી બુદ્ધ, શ્રી મહાવીર જેવા ભગવાન દ્વારા એ અમૃત એટલું વ્યાપક બન્યું. પૂર્વાચાર્યોએ એ ઝીલ્યું અને પાત્ર જીવોએ તે પીધું અને જીવન ધન્ય બનાવ્યું.
ઈંગ્લંડની રાણી વિકટોરીયાને એલીસનામની પુત્રી હતી. તેનો દસ વર્ષનો દીકરો ભયંકર દર્દમાં સપડાયો. તેના હૃદયમાં રસી થઈ
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૩૭