________________
સંન્યાસીને કહ્યું કે તમે બધા શસ્ત્રો અહીં મૂકી ને જાવ.
સંન્યાસી હસીને કહે કે હું તો સંન્યાસી છું. મારી પાસે શસ્ત્રો કયાં છે? દરવાને જોયું કે સંન્યાસી પાસે કોઈ શસ્ત્રો નથી. એટલે અંદર જવા દીધા.
રાજાએ સંન્યાસીને આદરપૂર્વક બેઠક આપી સંન્યાસી વિદ્વાન હતા. તત્ત્વ ચર્ચાથી રાજા પ્રસન્ન થયા, પણ સંન્યાસીનો પ્રશ્ન હતો. દરવાનની સાથે કહેવાયું કે શસ્ત્રો મૂકીને જાવ.
રાજા! સંન્યાસી પાસે શસ્ત્ર કયાંથી હોય હું કોઈ બાણાવળી ન હતો.”
રાજા કહે! સંન્યાસીજી તમે માનો છો કે તમે જ્ઞાની, ધ્યાન, તપસ્વી, સંન્યાસી, અનેક શિષ્યોના ગુરુ છો. આ બધી પદવીનો અહંકાર એ શસ્ત્રથી પણ ભૂંડો છે. શસ્ત્ર એકવાર મારે. આ શસ્ત્રો તો તમારી સાથે સતત રહેનારા. કેટલો માર મારતા હશે ?
સંન્યાસી પણ જાગૃત થઈ ગયા કે મેં બે કલાક આ વિદેહી રાજા પાસે મારું અભિમાન ઠાલવે રાખ્યું છતાં મને કંઈ જ જ્ઞાન ન લાધ્યું અને રાજાએ આ બે વાક્યમાં બ્રહ્મજ્ઞાન પૂરું સમજાવી દીધું. સંન્યાસી રાજાને નમન કરીને ઊઠયા. રાજા અતિ નમ્રભાવે નમન કરી દરવાજા સુધી વળાવી આવ્યા.
હે જીવ! તું વિચાર, તારી પાસે પણ આવા શસ્ત્રો છે. તે પણ ધારદાર હશે, અને તે તેનો તારા મન સાથે ઉપયોગ કરીશ. તું કેટલો ઘાયલ થઈશ? તારામાં તેના ઉપાય કરવાની પણ શક્તિ નહિ રહે માટે ચૂપચાપ કોઈ સત્પુરુષના ચરણે બેસી જા. જેવો છું તેવો નગ્ન સ્વરૂપે બેસેજે. પેલા ઘા પર સત્સંગનું ઔષધ કાર્યકારી થશે. શાસ્ત્રો જેને કષાયો કહે છે. તું તેને શત્રુ ન માને તો વાંધો નહિ પણ મિત્રો ન માનતો, જ્ઞાનીઓ તારું હિત કહે છે.
મારા જ્ઞાન ગુમાનની ગાંસડી ઉતરાવો શિરેથી આજ, મારા પુસ્તક પોથાની પોટલી ઉતરાવો શિરેથી આજ.
૧ ૨ ૨.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો