________________
કઢીમાં ડૂબી જશે ?
અરે અવાજ કોનો ? આતો ગુરુ ચેતનાનો પ્રભાવ ! નદીના પ્રવાહ પર ચાલવા જેવી લબ્ધિઓ પ્રાપ્ત કરનાર વાટકી કઢીમાં ડૂબી જશે ? અવાજ ગુંજયા કરે.
શિષ્ય સભાન થઈ ગયો. કઢીનું વમન કર્યું અને બધુ સમેટી ગુપચુપ ગુરુજી પાસે જવા નીકળી ગયો. ગામમાં કોઈને જાણ ન કરી કે જેથી કોઈ રુકાવટ થાય.
ગુરુજી પાસે પહોંચ્યો, ચરણોમાં ઢળી પડયો. ગુરુ આજ્ઞાને આધીન સાધકને ગુરુચેતના આમ બચાવી લે છે.
મહા મનીષી હરિભદ્રાચાર્યને, બૌદ્ધ ભિક્ષુને હણવાની ઘોર હિંસામાંથી ગુરુએ બચાવી લીધા હતા. ગુરુઆજ્ઞા એ પરતંત્રતા નથી. જીવનને સ્વાધીન બનાવવાનું ગુપ્ત રહસ્ય છે. તે ઉચિત સમયે પ્રગટે
છે.
ભાવ ભર્યો એક સાધક ગુરુજી પાસે આવ્યો સાથે ગુરુજીને ઉપયોગી થાય તેવી સામગ્રી બે હાથમાં ઉચકી આવ્યો. ગુરુદેવે દૂરથી જોયો અને બૂમ મારી છોડી દે, શિષ્ય એક હાથની સામગ્રી છોડી દીધી.
ગુરુદેવ પુનઃ બોલ્યા છોડી દે, શિષ્ય બીજા હાથની સામગ્રી છોડી દીધી. ગુરુદેવ ત્રીજીવાર બોલ્યા છોડી દે, શિષ્યે બે હાથમાં રહેલી ચીજ છોડી દીધી હતી. હવે તેની પાસે કંઈ રહ્યુ ન હતુ તો શું છોડુ ?
શિષ્ય ગુરુ પાસે આવી ઊભો, હવે શું છોડયું ? ગુરુદેવ કહે મનમાં ચાલતી ભાંજગડ છોડ. હું સુંદર વસ્તુઓ લાવ્યો હતો. ગુરુદેવે થોડી વસ્તુઓ લીધી હોત તો મને લાભ મળેને ? આવી અપેક્ષાઓ છોડવાની હતી. ગુરુદેવ પાસે લઈ જવાના છે તન, મન, ધન, શુદ્ધિ સહિત. તેઓને આવી પૌદ્ગલિક વસ્તુમાં રસ નથી. સાધક જો તન મન ધન અર્પણ કરે તો તેના સંસ્કારમાં રહેલા માનાદિ શત્રુઓ વિદાય
થાય.
ગુરુજનોની આ આંતરિક ભાવનાઓ વિનયવાન શિષ્ય સમજી શકે અને બોધ ઝીલી શકે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૩૫