________________
કોઈને કંઈ જણાવા દીધું નહી, આવું શિષ્યત્વ ગુરુચેતનાને ઝીલી શકે. તેથી તેની આત્મશક્તિ અને શુદ્ધિ વિકાસ પામે, પરંપરાએ મુક્તિનું કારણ બને છે.
ધર્મક્ષેત્રમાં ભૂમિકા પ્રમાણે ઉત્સવો જરૂરી છે. પણ તેની પાછળ સુખેચ્છા રહી, કે માનપણું રહ્યું તો તે સામાન્ય પુણ્ય સુધી પહોંચાડે પણ આત્મશક્તિ વિકસિત ન થાય. મન શુદ્ધિ ન થાય.
ભગવાન મહાવીરનો બોધેલો ધર્મ મુક્તિના માર્ગનો છે. વચમાં અવલંબન, અનુષ્ઠાન અને નિમિત્ત ભલે હો પણ ભાવ શુદ્ધિના સ્તરે પહોંચે તેવા ગુરુચેતનાથી પ્રેરિત હોવા જોઈએ. ગુરુચેતના આજ્ઞાને આધીન કે પાત્રતાને યોગ્ય મળે છે.
ગુરુચેતના એ પવિત્ર શક્તિ છે. તે કોઈ ચમત્કાર કે નિરર્થક વસ્તુ નથી. પણ વાત્સલ્ય જેવા અને પવિત્રતાની પ્રવર્તક સમાન યથાર્થ ચિત્તશક્તિ છે.
૪૦. જિન પ્રતિમા શું શીખવે છે ?
જૈનધર્મી લગભગ જિનપૂજા કરતો હોય છે પણ જિન થવાનું, વીતરાગ થવાનું સ્વપ્ન ઝળકતું નથી. જિન કેવા છે, તેમની પ્રતિમા શું પ્રદાન કરે છે ?
મુનિશ્રી કાંતિવિજયજી પ્રભુને નિરખી રહ્યા છે. ભાવવિભોર થઈ ગયા છે. વૈરાગ્યના ભાવમાં રંગાઈ ગયા છે. તે ગાય છે.
ત્રિગડે રતનના સિંહાસને બેસી, ચિંહુ દિશી ચામર ઢળાવેરે, અરિહંતપદ પ્રભુતા ભોગી, તો પણ જોગી કહાવેરે. પ્રભુની યોગ મુદ્રા ગજબની છે. સિંહાસન પર બેઠા છે. ઈન્દ્રો ચામર ઢાળે છે આવા ભોગી છતાં આપ યોગી કહાવો છો, પ્રભુ શી ગૂઢતા આપે ધારણ કરી છે ! વળી એ સંપન્નતા જોવા છતાં ભક્તો તો
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૭૦