________________
રુકિમણીએ પુનઃ પ્રશ્ન પૂછયો. શ્રેષ્ઠ એવા દાનવીર કર્મવીર, પરાક્રમી કર્ણએ ઈન્દ્રને રક્ષિતબળ જેવા કુંડળ અને કવચ દાનમાં આપ્યા હતા. આવા મહાન દાતાને પણ કયા પાપે કપટથી માર્યા. વળી તેમાં તમે સાથ આપ્યો !
હે મહારાણી ! અભિમન્યુ એકલો નરવીર સાત કોઠા જીતવા નીકળ્યો ત્યારે તેની સામે સાત શૂરવીરો લડવા પ્રેરાયા. છેવટે અભિમન્યુ નીચે પડયો. મૃત્યુની નજીક હતો. નજીકમાં ઊભેલા કર્ણ કે જેની પાસે પાણીનો કુંભ હતો. તેની પાસે પાણી માંગ્યું. દાનેશ્વરી કર્ણ પાસે પાણીની આશા હતી. પરંતુ દુર્યોધનની મિત્રતા ખાતર એ આ માનવપણું-ક્ષત્રિયપણું ભૂલ્યો. બાળ યોદ્ધો પાણી પાણી કરતો તરસ્યો મરણ પામ્યો. આ એક જ પાપ તેના ઘણા ગુણોનું ભક્ષણ કરી પાપનું સિંચન કરતું ગયું.
વળી એજ પાણીના ઝરાની લબ્ધિ વાળો એ જ પાણીના કાદવમાં પૈડું ફસાયું અને કાળનો કોળિયો બન્યો. અશુભ ભાવે બાંધેલા કર્મો ઉદયમાં આવે ત્યારે સ્થળ કાળની મર્યાદા છોડીને આવે છે. તે કર્મ ઈન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે ભગવાન ભોગવ્યા વગર છૂટયા નથી. હિસાબ ચૂકતે કર્યા વગર કોઈ મુક્ત થતું નથી. આ કર્મસતાની સર્વત્ર આણ છે. વાસ્તવમાં ધર્મ સત્તા પણ બળવાન છે પણ તે જીવો પાસે તત્ત્વ અને સત્વનું ઓજસ માંગે છે.
કર્મનો તો કોયડો અલબેલો, તેને જાણવો નથી સહેલો.
. ૯૧. વર્તમાન કાળમાં શ્રમણીજીઓનું પ્રદાન છે.
કાળના વહેણમાં પરિવર્તન થતું જ રહે છે, તે કાળે શ્રમણીજીઓ પંડિતો પાસે અભ્યાસ કરતાં પણ એ અભ્યાસની સરવાણીઓ તેમના વર્તુલ સુધી મર્યાદિત રહેતી. તે કાળે મને વિદૂષી શ્રી સુલોચનાશ્રીનો પરિચય થયો હતો.
તેમની સરળતા, વિદ્ધતા મને સ્પર્શી ગયેલા જો કે તે વખતની મારી ભૂમિકા અને રૂચિની મંદતા હોવાથી થોડા બોધ સિવાય કંઈ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૬૩