________________
વૃક્ષ એકેન્દ્રિય જાતિનું, પક્ષીઓ પંચેન્દ્રિય પણ તિર્યંચ યોનિવાળા, તેમની ભાવનાથી દાવાનળ અટકાવી શકયા. તો માનવ મૈત્રીભાવના, પ્રેમ, વાત્સલ્ય, સુબુદ્ધિ જેવા તત્ત્વોથી વિશ્વમાં કેટલી સુવાસ અને સત્ ભાવનાઓ વડે સુખ પહોંચાડી શકે ? બોમ્બ જેવા વિનાશક તત્ત્વોનું સર્જન કેમ કરે? કે તેનો ઉપયોગ કરી સંહાર કેમ કરે? વિચારણીય છે.
તેનું એક લેખકે એક રૂપક સારું આપ્યું છે. એક જંગલમાં સિંહને કિંઈ તકલીફ થઈ. તે નિરાશ થઈ ભૂખ્યો તરસ્યો બેઠો હતો. ત્યાંથી એક મુસાફર જતો હતો. તેને દયા આવી, સિંહ પાસે આવ્યો, સિંહના પગમાં મોટી શૂળ પેઠી હતી. તે તેણે કાઢી, સિંહ સ્વસ્થ થયો. પણ ત્રણ દિવસનો ભૂખ્યો હતો, સામે માણસ હાજર હતો, તેણે પ્રકૃતિવશ માનવ પર તરાપ મારવા પ્રયાસ કર્યો.
માનવે તેને કહ્યું ભાઈ સિંહ, ઉપકારનો બદલો આવો હોય ! સિંહે કહ્યું હું ત્રણ દિવસનો ભૂખ્યો છું પ્રવાસી એ કહ્યું ઉભો રહે, આ ગાય આવે છે તેની પાસે ન્યાય કરાવીએ. તેણે ગાયને પૂછયું કે મેં આ સિંહને રાહત આપી છે. હવે તે મને ખાવા તૈયાર થયો છે. તું ન્યાય કર.
ગાયે કહ્યું જો ભાઈ ન્યાયની વાત કરું તે પહેલા સાંભળ, આ હું ગાય, ખેડૂતને દૂધ આપતી, હવે ઘરડી થઈ એટલે મને કતલખાને મોકલવા તૈયાર થયો છે, તે માનવને શું ન્યાય આપવો? ગાય વિદાય થઈ.
ત્યાં એક ઝાડ હતું. ઝાડને ન્યાય પૂછયો. ઝાડ કહે જો ભાઈ, આ માણસો જરૂર પૂરતા લાકડા લઈ જાય તે તો સમજયા, પછી વધુ કાપીને ધન કમાવાનો ધંધો કરે છે. તેને સંતોષ નથી તેવા માણસને શું ન્યાય આપવો ?
આમ જંગલમાં પૂછતા જ રહ્યા, દરેકનો અભિપ્રાય એક જ આવતો, વૈજ્ઞાનિક શોધોએ આવી સૃષ્ટિ પર શું ગુજાર્યું છે. જેનો જવાબ કુદરત આપે છે. ક્યાંક અતિવર્ષા, ધરતીકંપ સાગરની મર્યાદા પણ છૂટી જાય છે, આમ માનવના બેહદ સ્વાર્થ સામે કુદરત પણ કોપે છે. માટે હે માનવ ! સૌના સુખમાં રાજી થા જેવું તને સુખ વહાલું છે. તેવું જીવ માત્રને વહાલું છે. તેમ કરવાથી પુણ્યયોગે તને બધે મળી સુખ રહેશે. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૪૫