________________
ઋષિના અપમાનથી દ્વારકા નગરીને ભસ્મ થવાનો શ્રાપ લાગ્યો હતો. ઉપાય તરીકે સદાચાર અને આયંબિલ તપ દર્શાવ્યું હતું. પરંતુ સમય જતા તે વિસરાઈ ગયું. અને યાદવકુળના વંશજો વ્યસન આદિ સ્વચ્છંદે ચઢયા. શ્રાપ પ્રમાણે દ્વારકા નગરી બળી ગઈ.
શ્રી કૃષ્ણ અને બળદેવ બચી ગયા હતા. નગરીમાંથી નીકળી જંગલની વાટ પકડવી પડી. શ્રી કૃષ્ણ જંગલમાં પાણીની અપેક્ષાએ ઝાડ નીચે સૂતા હતા. જરાકુમારના બાણથી મૃત્યુ પામ્યા. આથી બળદેવ વૈરાગ્ય પામી દીક્ષિત થયા.
ગામમાં ગોચરી માટે ગયા ત્યારે તેના રૂપને જોઈ નર અને નારીઓ ઉભા રહી જતા. આથી બળદેવે ગામમાં જવાનું માંડી વાળ્યું. જંગલમાં કાયોત્સર્ગ ધ્યાને રહેતા, ત્યાં એકવાર એક હરણ આવ્યું. દીક્ષિત એવા બળદેવને જોઈને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને પોતે સાધુપણું પાળેલું તેનો આચાર સમજમાં આવ્યો. આથી તે જંગલમાં ફરતું અને જંગલમાં કયાંક સાર્થવાહોની અવર જવર થતી તે જોઈ આવતો.
એકવાર એક સાર્થવાહનો પડાવ હતો ભોજનની સામગ્રી જોઈ બળદેવ પાસે આવ્યું. અને તેમના પગ વચ્ચે જમીન ખોદવા લાગ્યું. બળદેવે આંખ ખોલી, હરણની ચેષ્ટા જોઈ સમજી ગયા તે મને ગોચરી માટે લઈ જવા માંગે છે. બળદેવ તેની પાછળ જવા નીકળ્યા.
તેઓ સાર્થવાહના રસોડે પહોંચ્યા. સાર્થવાહ મુનિને જોઈને અતિ પ્રસન્ન થયો. બળદેવે ભિક્ષા માટે નિર્દોષ પાત્ર ધર્યું. સાર્થવાહ નિર્દોષ આહાર વહોરાવવા લાગ્યો. તે વખતે તેની ભાવના ઉત્કૃષ્ટ હતી. હરણ આ જોઈ હર્ષમાં શુભભાવયુક્ત હતો. બળદેવ સંયમના ભાવમાં હતા. તે વખતે અચાનક વૃક્ષ તૂટી પડયું. ત્રણે તેની નીચે દબાયાં અને મૃત્યુને ભેટયા.
તે સમયે તે કાળે ત્રણેના ઉત્તમભાવો સમાન કોટિના હોવાથી ત્રણે ચોથા દેવલોકમાં જન્મ પામ્યા. આવા ઉત્તમ પ્રસંગોમાં કરનાર, કરાવનાર અને તેની અનુમોદના કરનાર સરખા ફળ પામે છે. સત્કાર્યો કરવા, કરનારને સહાય કરવી અને તેવું કાર્ય કરવાની ભાવનાથી
૧૨૦
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો