________________
સૌ તેનો ટહૂકો સાંભળી રાજી થતા. ભલે ને મેત હતી પણ હૈયે ભક્તિ વસી હતી.
ધનરાજ શ્રેષ્ઠિની હવેલી લગભગ છેલ્લે આવે ત્યાં વિરૂપા વિસામો લે. ત્યાં ઝરૂખામાં દેવશ્રી બેઠા હોય. તેમની ખબર પૂછે, એમ કરતા બંનેને મૈત્રી બંધાણી.
દેવશ્રીને એક દુઃખ, બાળક જન્મ લેતું અને છ સાત દિવસે મૃત્યુ પામતું. આ દિવસોમાં દેવશ્રીને સીમંત હતું. પણ દિવસ ભરાતા તેમ દુઃખી થતી. એક દિવસ વિરૂપાએ જોયું દેવશ્રી ખૂબ ઉદાસ છે. વિરૂપાએ પૂછયું બા કેટલા માસ થયા. સાત પણ મારે તો બાળક કયાં જીવે છે ? ચાર તો ચિરવિદાય થયા. આ વખતે છેલ્લી તક છે. કુટુંબીજનોનો આગ્રહ છે કે આટલી અપાર સંપત્તિનો માલિક કોણ? માટે શેઠે બીજી પત્ની કરવી. બાને આ દુઃખ કોરી ખાતું.
વિરૂપાના ઉદર સામે જોઈને દેવશ્રીએ પૂછયું તારે કેટલા થયા. તમારી જેમ જ માસ થયા. એને એક વિચાર આવ્યો. શેઠાણી સુખી થતા હોય તો મારું બાળક તેમની સાથે અદલા બદલી કરી લેવાય અને તેને શેઠાણીની નજીક જઈને વાત કહી. શેઠાણીને પણ આ વાત રુચિ.
દિવસો પસાર થયા. કુદરતની કરામત? એક સમયે શેઠાણીને બાળકી જન્મી, વિરૂપાને પુત્ર જન્મ્યો. જૂની વિશ્વાસુ દાસીને અગાઉથી તૈયાર કરેલી. તે બાળકી લઈને મેતવાસમાં ગઈ માતંગ તે રાત્રે બહાર ગયેલો હતો. વિરૂપાએ પુત્રને જન્મ આપ્યો. દાસી ચતુર હતી. તેણે બાળકી સોંપી, અને પુત્ર લઈને શેઠાણીની ગોદમાં મૂકી દીધો, અને જાહેર કર્યું કે શેઠાણીને પુત્ર જન્મ્યો છે.
શેઠે ખુશાલીથી મીઠાઈ વહેચી. દસ દિવસે નામકરણ વિધિ હતી. શેઠાણીને વિરૂપાની ઉદારતા સ્પર્શી હતી. તેમને થયું કે વિરૂપાએ પુત્રનું મુખ પણ જોયું નથી અને આપી દીધો છે. તેની પાસે નામ પડાવવું. તેથી પુત્રને હાથમાં તો લઈ શકે.
વિરૂપાને કહેવડાવ્યું મોટો ઉત્સવ મંડાયો, પ્રથમ તો સૌને ઠીક ન લાગ્યું કે મેત પાસે નામ પડાવવાનું? પણ ખોટનો દીકરો તેથી સૌ સંમત થયા.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૩૧