________________
હતો. પતિ-પત્ની ખોરડામાં રહેતા હતા.
તે ઘર તરફ જતો હતો. તળેટી પાસે આવ્યો અને આ માહોલ જોયો, તેના પગ એ દિશામાં વળ્યા. તળેટી પહોંચ્યો. લોક સમૂહને છેડે બેઠો હતો, કેડે દમક પર હાથ ફેરવતો છોડતો વળી બાંધતો અને ભાવના કરતો, આ દમક આપી દઉં ! પણ આ લાખોની રકમમાં મારી રકમ કોણ સ્વીકારશે ?
પેથડશા ગાદી પર બેઠા સભા તરફ નજર ફેરવે છે તેમની નજર ભીમા પર જાય છે. તેમની વિચક્ષણ નજર ભીમાના મુખના ભાવ કળી જાય છે. તેઓ ભીમાને પોતાની પાસે બોલાવે છે.
ભાઈ તારી કંઈ ઈચ્છા છે. હા, મારી પાસે સાત દમક આજની કમાણી છે તે આપવી છે.
પેથડશાએ મહેતાને જ બોલાવ્યા. આ ભીમાજીનું નામ પહેલું લખો. સાત દેમ? સૌ બોલી ઉઠયા સાતદેમવાળો પહેલો! લાખોવાળા પછી?
પેથડશા કહે તમે લાખોવાળા, કંઈ રાખીને લખાવો છો કે બધું જ આપી દો છો? આ ભીમાની કમાણી સાતદમ છે તે તેનું જીવન ગુજરાનનું સાધન છે. તે સર્વસ્વ આપી દે છે. માટે તેનું નામ પહેલું છે ! સૌ ચૂપ થયા.
ભીમો ખાલી હાથે ઘરે પહોંચ્યો. ખૂબ પ્રસન્ન હતો. સામગ્રી વગર પણ ભીમાને ખૂબ ખુશ જોઈ પત્નીના ભાવ પણ બદલાઈ ગયા. રોજ કકળાટ કરતી કે સાત દમથી શું થાય? રોજ કુશકા જ ખાવાના? પણ આજે તો તે ખુશ હતી.
ભીમાએ બધી વાત કહી, તેવામાં પાછળ બાંધેલી ગાય કૂદાકૂદ કરવા માંડી. ભીમો તેને બાંધવા ગયો ત્યાં તો ચરૂ નીકળ્યો. તેણે સ્ત્રીને બતાવ્યો. એક શુભ ભાવના કાર્યનું પરિણામ તો જુઓ? ચરૂ લઈને તે બહાર આવ્યા. સ્ત્રીએ કહ્યું આ પેઢી પર આપી આવો. આપણું નથી અને ભીમાએ ચરૂનું ધન ચઢાવામાં આપી દીધું. અને ત્યાંના સ્વામીવાત્સલ્યમાં જમ્યા.
ભીમાનું જીવન સુધરી ગયું. ભવોભવ સુધરી ગયા. ભગવાનનો માર્ગ તેને માટે ખૂલી ગયો. કારણ એકજ.
નિસ્પૃહભાવે સર્વસ્વનું અર્પણ !!! સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો