________________
પન્યાસજીના ગ્રંથો આજે પણ તેમની જીવંત પ્રતિભાના દર્શનબોધ માટે ઉપલબ્ધ છે પુણ્યશાળી જીવોને તે સહજે મળી રહે છે. તેઓ કહેતા જિનાજ્ઞારૂપ ધર્મસત્તા બળવાન છે. બીજે શોધવાની જરૂર નથી.
૬૬. સુખ કયાં સમાયું
એક અંક માનવ નાના સરખા ઓરડામાં ખાટલામાં સૂતો હતો. દિવસે કયાંયથી ખાવાનું મેળવી લેતો એટલે ઘરમાં હાંલ્લા કુસ્તી કરે તેવી દશા હતી. તેને ત્યાં એક રાત્રે ચોર આવ્યો, અવાજથી તે જાગી ગયો, તે ખાટલામાં સૂતા સૂતા જ બોલ્યો, હે ભાઈ ! આ ઓરડામાં દિવસે મને કંઈ જ મળતું નથી તને રાત્રે શું મળશે ?
જ્ઞાનીઓ કહે છે હે જીવ ! તને પ્રકાશમય માનવ જીવન મળ્યું છે. એ પ્રકાશમાં સુખ શોધવાને બદલે તું બહારમાં સુખ કયાં શોધે છે ? શું તારે માટે જીવન રાત્રી જેવું છે ?
“આત્મધન જેની પાસે છે તેને બાહ્ય પદાર્થોની ભરમાર ગમતી નથી. આનંદનું ઝરણું તો પોતાની ભીતરથી સ્વયં ઝરી રહ્યું છે. પદાર્થો શું કરશે ? પદાર્થો એ ઝરણાના પ્રવેશ દ્વાર પાસે માટીના કણ જેવા બની જશે. જે ઝરણાના પ્રવેશને રોકે છે. આ કણોને ઝડપથી હટાવી લેવા જોઈએ.’’ સમાધિશતક આ. યશોવિજ્યજી
કર્મોની જાળમાં ફસાઈ રહેવાથી સંસારના ભ્રમણનો અંત આવતો નથી. સમ્યગ્ સાધન વડે કર્મોનો ક્ષય થાય છે. માટે સાંસારિક વૃત્તિઓનો વેગ ઘટાડો, પરિગ્રહની મર્યાદા કરો, સાંસારિક પરિચયનો સંક્ષેપ કરો. આરંભ સમારંભ અલ્પ કરતા જાવ. અસત્ પ્રસંગોથી દૂર રહો. તો પછી જીવનમાં આંનદ-સુખ કેમ મળે ? ભાઈ, સુખ અને આનંદ બહારથી મળે છે તે ભ્રમણા છે. ઊંટ બાવળના ડાળખા ખાય કાંટા વાગે મોમાં લોહી ઝરે તેની મીઠાશને તે બાવળની મીઠાશ માને છે. સુખ ગુણ આત્મામાં છે. જીવનું બળ પુરૂષાર્થ ત્યાં સુધી પહોંચતું સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૧૫