________________
૮૦. ધર્મની સાચી સમજ
અધ્યાત્મ એટલે કે ધર્મક્ષેત્રે પણ ચઢતી પડતી થયા કરે છે. વિ.સં. ૧૯૦૦ લગભગ સંવેગી (આચારવાળા) સાધુઓની સંખ્યા ઓછી હતી. યતિઓના હાથમાં ધર્મક્ષેત્રની લગામ હતી. તેઓ આચાર વિચારમાં શિથિલ હતા. એકલ વિહારી, આહારાદિમાં દોષવાળા હતા એટલે શ્રાવકોપણ આચાર વિચારમાં શિથિલ હતા.
પંજાબમાં લુધિયાણામાં દલુયા ગામ છે. બુટાસિંહનું જન્મસ્થળ, તેઓ સ્થાનકવાસી સાધુ પાસે દીક્ષિત થયા. બુટાઋષિ નામે ઓળખાવા લાગ્યા. વિદ્યાપારંગત હતા. શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને તેમને જિનપ્રતિમા મૂર્તિમાં શ્રદ્ધા થઈ. તેમણે મુહપત્તિનું બંધ છોડી દીધું.
એકવાર શ્રી અોસિંહઋષિ સાથે તેમનો શાસ્ત્રાર્થ ગોઠવાયો. શાસ્ત્રોના ઉલ્લેખો બતાવ્યા અને જીત્યા. તે પછી તેમને અમદાવાદથી નીકળેલા સંઘના શ્રાવકો મળ્યા. તેમણે કહ્યું તમે અમદાવાદ પધારો. ત્યાં તમને સંવેગી સાધુઓ મળશે. અમદાવાદ આવી પૂ. મણિવિજ્ય દાદા પાસે સંવેગી દીક્ષા ગ્રહણ કરી. બુદ્ધિ વિજ્ય નામકરણ થયું પણ તેઓ બુટેરાયજી તરીકે જ ઓળખાયા.
તેઓ શિથિલાચારી સાધુઓને સમજાવતા. શ્રાવકોમાં ભક્ષ્યાભક્ષ્યનો વિવેક ન હતો. એકવાર મૂલચંદજીના પાત્રમાં રીંગણાનું શાક વહોરાવી દીધું. મૂલચંદજી કહે અમે સાધુઓને આ રીંગણા ન ખપે, શ્રાવકો કહે બધા સાધુ વહોરે છે.
આ બનાવ પછી મૂલચંદજી વૃદ્ધિચંદજી બુટેરાયજીએ તે માટે શ્રાવકો સાથે ચર્ચા કરી અને સંવેગી સાધુઓની સંખ્યામાં વધારો કર્યો. ગોચરીની શુદ્ધિ થઈ ત્યારે વિરોધીઓએ આક્ષેપ કર્યો કે તમે સ્વાદિષ્ટ ગોચરી મળે ત્યાં જાઓ છો.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૫૫