________________
માર્ગમાં સોનું પાથરી દીધું. આ દંપતિ જંગલમાં લાકડીઓ લેવા ગયા પણ ચારે બાજુ (માટી) સોનું પાથરેલું હતું. તેઓ પાછા ફર્યા. માટીનો ભાર મૂર્ખા ઊંચકે કે ડાહ્યો ? સોનું, માટી પૃથ્વી કાય છે ને.
આવા જીવોને દેવો પૂજે, પ્રભુતો હાથ પકડીને પોતામાં જ સમાવી દે, પવિત્રતા પવિત્રતામાં ભળી જાય. તમારી સાધનાને ચકાસી જોજો. દેવ તો ભૂલો પડે જ નહિ કદાચ સોનાને જ માટી જેવી દેખાડી દે તો આશ્ચર્ય ન પામશો.
શા માટે એવા રાંક બનો છો ? અનેક પ્રકારની માનવજન્મ જેવી સંપત્તિ પામીને પણ ભિખારી જ રહેવું છે ? વિચારજો, ખૂબ વિચારજો અને આતમદેવને પ્રગટ થવા આ જન્મ છે તેમ માની પરમાત્માને પૂજી પરમાત્મ સ્વરૂપે પ્રગટજો. પાર્થિવ પદાર્થોનો મોહ ત્યજી દેજો. મૃત્યુ પછી શબ પરથી બધુંજ ઉતારી લે છે.
જે ના આવે સંગાથે તેની મમતા શા માટે ?
૧૯. સંત મહિમા
જ્ઞાનદેવ વયમાં નાના હતા જ્ઞાનમાં મોટા હતા. જોકે સંયોગવશાત્ પંડિતજનોથી પ્રારંભમાં બહિષ્કૃત હતા. પરંતુ જ્ઞાનની પ્રતિભા અનેરી હતી. જેથી પંડિતો પણ સન્માન આપતા થયા.
તેમની પાસે એક શિષ્ય રહેતો, જ્ઞાનદેવને સાદી સીધી ભિક્ષા મળતી તેમાં બંનેનું કાર્ય નિપટતું.
દેવ પાસે ઘણા ભકતો આવતા. જ્ઞાનદેવ પાસે મંત્ર ગ્રહણ કરતા. શિષ્યને થયું બધાને મંત્ર આપો છો મને મંત્ર કેમ નથી આપતા?
જ્ઞાનદેવ કહે તને હજી મંત્રની પાત્રતા નથી છતાં શિષ્યના ઘણા આગ્રહથી મંત્ર આપ્યો.
એકવાર નગરમાં રામદાસ સ્વામી શિવાજીના સદ્ગુરુ પધાર્યા, ઘણા શિષ્યોનો પરિવાર સાથે હતો. તેમનો પ્રભાવ ઘણો હતો. ભક્તના રસોડે મોટો જમણવાર હતો. આ બધું પેલા શિષ્યના સાંભળવામાં આવ્યું,
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૪૧