________________
લાગી જા. તારો દીકરો ઘરબાર ચલાવશે.
વૈદ્યરાજે તો તેનાથી કંટાળીને આ ઉપાય બતાવ્યો હતો. પણ તેનું ભાગ્ય જોરદાર હતું. તો ઉપાય ફળદાયી થયો. તેના કરતા સવિશેષ કુરુ સજ્જનતા પામ્યો. કુરુ પૂરે પૂરો પરિવર્તન પામ્યો. ભક્તિ અને સત્સંગ તેના જીવનના અંગો બની ગયા. આગળ કરેલા પાપના પશ્ચાતાપ માટે તપ તિતિક્ષા પણ કરતો.
આપણે જાણીએ છીએ કે ચોર લૂંટારાઓ કોઈ સંતોની સંગે ખૂની મટી મુનિ થાય છે અને જીવન સાર્થક કરે છે. તેમ કૂરુ પણ દુર્જનતા છોડી સૂરુ બન્યો. સાત્ત્વિક કે તાત્ત્વિક જીવન જીવનારા સંતોમાં, તેવા ઉત્તમ જીવોની વાણીમાં તેનું સત્ત્વ પ્રગટતું હોય છે.
- ૫૮. મુક્ત થવાનો સંકેત છે
માનવ જન્મે છે, જીવે છે. મૃત્યુ થતા વિદાય લે છે. આ ક્રમ નિયત છે. પણ માનવ કેવું જીવ્યો? અન્યને શું પ્રેરણા આપતો ગયો તે અગત્યનું છે.
એક ગાય જન્મી, મોટી થઈ, બચ્ચું થયું. તેને વાત્સલ્ય કર્યું, દૂધ પાયું માલિકને કામ આપ્યું. આયુષ્ય પૂરું થતા વિદાય થઈ. મનુષ્ય વિદાય થયો. ગાય વિદાય થઈ ફરક શું પડયો?
માનવ ધન સંપત્તિ, કુટુંબની પરંપરા મૂકતો ગયો. ગાયે પણ એ જ કર્યું. તેના બચ્ચા દ્વારા સંતતિ આપતી ગઈ. માટે હે, માનવ! તું વિચાર કે તારું અને ગાયનું કર્તવ્ય સરખું નથી. અરે ! તું ગાયથી એ ઉતરી ગયો? સ્વાર્થ અને સુખ ભોગ કરી વિદાય થયો ?
આમ તો માનવે જગતને આધુનિક શોધ વડે ઘણું આપ્યું. તે શોધોએ માનવને સગવડ આપી પણ સ્વાધીનતા અને જીવનની ગરિમા ઝૂંટવી લીધી. તેમાંથી કેવી રીતે છૂટવું?
એક પક્ષી પ્રેમી પોપટને લઈ આવ્યો હતો. સુંદર મજાના પિંજરામાં રાખ્યો હતો. ખોરાક પૂરતો આપતો. હાલ કરતો પણ પક્ષી પિંજરમાં ૧૦૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો