________________
એકવાર દૂધપાક બનાવવાનો હતો. માજીને પૂછયું. અર્ધી વાત સાંભળીને કહે ઓહ આતો હું જાણું છું. માજી કહે સાંભળ પછી નીચે ઉતારી એક વાડકીમાં થોડા દૂધપાકમાં એક ચમચી મીઠું નાંખી ચાખીને બીજામાં તે પ્રમાણે નાંખજે, ઓહ આતો હું જાણું છું. શું બન્યું તે
સમજયા.
માજી સમજદાર હતા. એક વાડકી જ દૂધપાક બગડયો. અગર, શું થાય ? આમ સંત પાસે જાવ ત્યારે ગૌતમ બનજો. હું તો કંઈ જાણતો નથી પ્રભુ કહે તે સત્, બાકી બધું મિથ્યા. આવો વિવેક તમારામાં રહેલા સતુને પ્રગટ કરશે.
૪. અનોખી મૈત્રી
(મેતારજ મુનિની કથા સહિત)
ભગવાન મહાવીરની વિહારભૂમિ હતી રાજગૃહી નગરી. રાજા શ્રેણિકનું રાજ્ય. અભયમંત્રીની નિપુણતા, ધર્મપરાયણ ભૂમિ. આ નગરમાં ધનાઢય શ્રેષ્ઠિની શેરી, ત્યાં ધનરાજ અતિ શ્રીમંત શ્રેષ્ઠિ વસે, દેવશ્રી પત્ની.
એ રાજગૃહીમાં મેતવાસ-હરિજન વાસ. ત્યાં મંત્રરાજ માતંગ. કોઈ હિમાલયના યોગી પાસે અર્દશ્ય થવાની વિદ્યા શીખેલો, તેને વિરૂપા પત્ની. રૂપ ઓછું પણ કંઠ મધુર હતો. બંનેની જોડી હેત ભરેલી હતી. માતંગ રાજમહેલના ઉદ્યાનનો રખેવાળ, વિરૂપા શ્રેષ્ઠિની શેરીની સફાઈ કામદાર. બંને પ્રભુ મહાવીરના ભક્ત.
સવાર પડે બંને કામે નીકળી પડે. વિરૂપા શેરીમાં પ્રવેશે અને ગુંજન શરૂ થાય.
મને વહાલુ લાગે વીરનું નામ, વીરનું નામ મહાવીરનું નામ. મહાવીર કહે છે હિંસા ના કરીએ.
મહાવીર કહે છે જૂઠ્ઠું ન બોલીએ.
૧૩૦
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો