________________
૭.
છે ? તેમની આગળ મારી બુદ્ધિ, જ્ઞાન કેટલું ? વળી બુદ્ધિ તારી સાથે કયાં આવવાની છે.
લોકપ્રિયતા મદ : અન્યની કૃપારૂપ પ્રિયતાથી અભિમાન થાય છે. ગુણથી મેળવેલી લોકપ્રિયતા પુણ્ય જનિત છે. લોકપ્રિયતાની ભીખ ? ધનથી મેળવેલી લોકપ્રિયતા ધન ચાલી જતાં કોઈ સામુ પણ નહિ જુએ. જન પ્રિયત્ત્વ તો ધર્માત્માનો ગુણ છે. ધન સંપત્તિ હોય કે ન હોય ગુણવાન સૌને પ્રિય હોય છે. તેમને દીનતા પીડતી નથી. યશનામ કર્મ પુણ્ય તેમને વરેલું છે. માટે ભાઈ લોક રંજનની ભીખ ન માંગ. સત્કાર્યો વડે જન પ્રિયત્વ તને ગુણ રૂપે સ્વયં યશ આપશે.
૮. જ્ઞાનમદ : સ્થૂલિભદ્ર જેવા સંયમી શ્રુતજ્ઞાન તો પામ્યા પણ સિંહ થવાનું માન પેદા થયું. આગળનું શ્રુત જ્ઞાન અંતરાય પામ્યું. બહુશ્રુત આચાર્યાદિ સાથે અને ભાવપૂર્વક મેળવેલું શ્રુતજ્ઞાન વાસ્તવમાં દરેક મદને હણનારું છે. તેનો મદ કેમ થાય ? તેનાથી માષતુષ મુનિને કેવું પ્રબળ જ્ઞાનાંતરાય કર્મ ચોંટી ગયું. તારી પાસે કેટલું જ્ઞાન ? સમ્યગ્ જ્ઞાનથી રાગાદિ દૂર થાય છે. તે સિવાય સંસાર વૃદ્ધિનું કારણ બને છે. કારણકે મદથી જ્ઞાન ટકતું નથી.
કોઈ પણ પ્રકારના મદ, અભિમાનના ઉદયમાં આત્મા પાપકર્મથી બંધાય છે. કુળ કે જાતિનો મદ કર્યો નીચ ગોત્ર મળ્યું. જયાં તુચ્છકાર ભર્યું જીવન જીવ્યો. રૂપનો મદ નરકના બીભત્સરૂપ આપશે. બળ મદ તને આ જીવનમાં આંગળી ઊંચી ન કરી શકે તેવી અશાતાઓથી ઘેરી લેશે. લાભમદ લોભરૂપે પરિણમી મમાણ જેવી દશા કરશે. તારા ભાગ્યમાં હશે તે મળવાનું છે. બુદ્ધિ અને જ્ઞાન મદ તો ભયંકર છે. મંદબુદ્ધિપણું ઉદયમાં આવતા પશુવત્ જીવન જીવવું પડશે. લોકમાં પ્રિય થવાની ભીખ ન માંગ પણ પ્રિય થવાના ગુણ કેળવી લે. હે જીવ એક પણ મદ-અહં કરવા જેવો નથી. માનવભવ એળે જશે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૬૧