________________
સાથે વાર્તાલાપ કરતી હતી. રાણા સમજ્યાં કોઈ પરપુરુષ સાથે વાર્તાલાપ ચાલે છે. રાણા તો ખુલ્લી તલવારે નીકળ્યો. ભૂતિયા મહેલમાં ગયો. મીરાંને ઘા કરવા ગયો પણ આ શું? ત્યાં કોઈ પુરુષતો હતો નહીં! ગિરધારી જ હસતા ઊભા હતાં. ઘા કર્યા વગર રાણો હતાશ થઈ પાછો ફર્યો. છેવટે તેણે મીરાંને કહ્યું કે તમે આ ધતિંગ છોડી દો. અથવા મેવાડ છોડી વૃંદાવન જતાં રહો તો આ ફજેતી અટકે.
મારે હરિ ભજ્યાની વેળા રે, ભેર વિના કોને કહીએ, ભેદુડા હોય તો ભેદ પિછાણે, સંતો અગમ-નિગમની ખબર લઈએ,
ઊંડારે નીર જોઈને માંહે ન ધસીયે, કાંઠે બેઠા બેઠા નાહીયે રે, માયાનું રૂપ જોઈ મન ન ડગાવીએ સંતો, પ્રભુ થકી પ્રીત લગાવીએ રે, બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર, ચરણ કમળ ચિત્ત લાઈએ રે.”
મીરાં તો ઉમળકાભેર વૃંદાવન ઉપડી. સાધુસંતોની મંડળી, ગામે ગામ જતાં, લોકો મીરાંના દર્શન માટે ઉમટી પડતા. વૃંદાવન એટલે ગિરધારીનું ધામ. મીરાં સુખેથી ભક્તિ કરવા લાગી.
આ બાજુ મેવાડની પડતી થવા લાગી. ઉદાને સમજાઈ ગયું કે ભાભીની ભક્તિની જાહોજલાલી હતી. તે ભાઈ સાથે ગઈતેણે ભાઈને સમજાવ્યો, મીરાંભાભીને પાછા તેડાવો. આ બાજુ મેડતામાં ભાઈ જયમલને ખબર પડી. તે તો જાતે જ વૃંદાવન પહોંચી ગયા. મીરાંને પ્રેમભર્યો કાગળ આપ્યો. તમે મેવાડ પાછા આવો. સૌ તમારા દર્શન માટે તડપે છે. રાણાએ અને પ્રજાએ ખાસ વિનંતિ કરી છે.
મીરાં પ્રભુને સમર્પિત હતી. તેણે કાગળ ગિરધારીના ચરણમાં મૂક્યો. બારણા બંધ થયા. ઘણીવાર થવાથી પૂજારીએ બારણા ખોલ્યાં પણ આ શું? મીરાં ક્યાં ? ચારેબાજુ જોયું. કંઈ નિશાની ના મળી. છેવટે મીરાંની સાડીનો સફેદ ટુકડો ગિરધારીને ગળે જોયો. સૌ નમી રહ્યા.
આવી સમર્પિત ભક્તિમયી બીજી મીરાં થવી દુર્લભ છે. બધું જ ગિરધારીની ઈચ્છા. ઝેર મળ્યું, કરંડીયામાં સાપ મૂકયા. મીરાં તો ગિરધારીમય હતી, ત્યાં ઝેર શું કરે અમૃત થાય. સાપ ફૂલ થઈ પ્રગટ થયા.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૭૧