________________
દીવો જરા આગળ કરી જોયું તો રાણીબા, ભક્ત દાસી ગભરાઈ તો નહિ પણ આશ્ચર્ય ચક્તિ થઈ. આ શું? આવી પાછલી રાત્રે રાણીબા?
રાણી સ્વયં ઊભા થયા. તેને ભેટી પડયા. આંખમાં અશ્રુનો પ્રવાહ ચાલ્યો. બોલ્યા, કયારેય આવી શાંતિ અનુભવી નથી. આ રાજના સુખ ફીક્કા લાગવા માંડયા છે.
પછી તો રોજનો ક્રમ થયો. હવે તો સવાર જ નહિ મોડી સવાર, બપોર, સાંજ, રાત, ભક્તિરસ રેલાવા લાગ્યો, અન્ય જનો જોડાવા લાગ્યા ભક્તિ તો રાણીનું જીવન થઈ ગયું. મહેલના પ્રાંગણમાં મંદિરની સ્થાપના થઈ. ભક્તિ મંડળી જામતી ગઈ.
દિલ્હી અકબર રાજાના દરબારમાં માનસિંહ ફરજ પર છે ત્યાં તેને ખબર પડી. અરે રાણી ગામજનો સાથે ટોળે મળી ભક્તિ કરે છે. રાણીપદનું ગૌરવ શું? સાથે પુત્ર હતો તેને સૂચના આપી આવા ધતીંગ બંધ કરવા વિદાય કર્યો. રાણી થઈને ગામજનો સાથે કલાકો બેસીને ભક્તિ કરે ? એ બધા નાટક બંધ કરાવી દેજે.
પણ આ રાજપુત્ર એ ભક્તિમંડળમાં ભળી ગયો. માનસિંહને ખબર મળ્યા, તે રાજયમાં પાછા ફર્યા અને કડક રીતે સૂચના આપી કે આ બધા ધતીંગ બંધ કરો, રાજરાણીને આ શોભે નહિ. પણ રાણી તો ભગવાનને બધું સોંપીને બેઠા હતા. રાજાએ ઘણા પ્રકારના દબાણ કર્યા પણ રાણીતો ભક્તિ પરાયણ રહ્યા.
રાણીને દૂર કરો તો જ આ ધતીંગ બંધ થશે. તેના માટે ઉપાય રાજાને કોઈ ખવાસે સલાહ આપી કે રાજયના પ્રાણી સંગ્રહાલયમાં વિકરાળ સિંહ છે. તેને રાજમહેલના પ્રાગણમાં છોડી દેવો. રાજા ખૂબ ઉશ્કેરાટમાં હતો. તેથી કંઈ વિચાર કર્યા વગર તે વાત માની ગયો અને સૂચના આપી.
ખવાસની યોજના મુજબ બીજે દિવસે સાંજે એક વિકરાળ સિંહને લાવીને રાજમહેલના પ્રાંગણમાં છોડવામાં આવ્યો, સિંહની ત્રાડ સાંભળી, કેટલાક ભાગ્યા, કેટલાક ભક્તો ભક્તિમાં મસ્ત હતા.
રાણીએ ઠાકોરજીને થાળ ધરાવવાની સર્વ સામગ્રી તૈયાર કરી હતી. સિંહની ત્રાડ સાંભળી રાણીના મોં પર કોઈ અકળ ચમક આવી
૨૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો