________________
પરિશિષ્ટ
આજ્ઞાની આરાધના અને વિરાધનાનું ફળ
(પૂ. પંન્યાસજીના શ્રુતના આધારે) આજ્ઞાની આરાધનામાં મંગળ છે. વિરાધનામાં અમંગળ છે. આજ્ઞાની આરાધનામાં શ્રુતજ્ઞાન અને ચારિત્રનો સમાવેશ થાય છે. અત્રે પંન્યાસજીએ આજ્ઞાનું સ્વરૂપ અભૂતપણે બતાવ્યું છે. (૧) નમો અરિહંતાણં : અરિહંત પરમાત્માની આજ્ઞા વિશ્વમૈત્રીની છે.
જે તીર્થકર થયા તે સૌએ વિશ્વના તમામ જીવોનું સુખ ઈચ્છયું. તે માટે સાધનાયુક્ત શક્તિ મેળવી જેથી તીર્થંકરના ભવમાં જીવોના કલ્યાણની સઘળી સામગ્રી તેમના ચરણોમાં આવી વસી. સમવસરણની સઘળી રચના અને પ્રભુનું જીવન, તેમનો શ્વાસ પણ વિશ્વમૈત્રી માટે હતો. આપણે આપણા જીવનમાં આ મૈત્રીભાવને સ્થાપિત કરીએ, તે ધર્મધ્યાનનો પ્રથમ આજ્ઞાવિચય છે.
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરો, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહો. નમો સિધ્ધાણં : સિદ્ધ પરમાત્માની આજ્ઞા સમદર્શિત્વની છે. અર્થાત્ સર્વ જીવો સિદ્ધ સમાન છે, જે જીવ આરાધે સમજે તે થાય. આ પદ એમ જણાવે છે કે મૂળ સ્વરૂપ સિદ્ધ સમાન છે. આ સર્વ વિવિધ ભેદો કર્મના નિમિત્તે પડેલા છે. સિદ્ધાણંપદ સર્વ જીવનું સમદર્શિત્ત્વ સિદ્ધ કરે છે. જ્યાં ઉંચ નીચના ભેદ ટળી જાય છે.
સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય.” (૩) નમો આયરિયાણં ઃ આચાર્ય ભગવાનની આજ્ઞા પાંચ આચાર
વડે સૌ જીવનું કલ્યાણ ઈચ્છવું. એ આચારોનું પાલન કરવું તે આજ્ઞા છે. ગુરુ આજ્ઞામાં રહી નિશ્ચિતતાથી સાધના કરવી તે
પારતંત્રતાથી નિશ્ચિતતા છે. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૮૧