________________
ધ્યાન : આંતર યાત્રા હું સંગોષ્ઠિમાં શ્રોતાઓને એક પ્રશ્ન પૂછતો હોઉં છુંકોઈ લાકડી મારે તો પીઠ વગેરે ઉપર સોજો આવી જાય. પણ કોઈ કડવા શબ્દો કહે તો શું થાય? શું કાનમાં સોજો આવે?
તમારો એક અનુભવ છે. વહેલી સવારના ભક્તિનો કાર્યક્રમ હોય, પાંચથી આઠ સુધી એમાં વહીને તમે ભીના બનેલ હો..આયોજક તરફથી નાસ્તાનું નિમંત્રણ હોય, તમે નાસ્તો કરવા બેઠા. ચા ઠંડી હતી. અને નાસ્તામાં કંઈ ઠેકાણું નહોતું. તમે અપ્રસન્ન બની જાવ છો. કેમ? કેમ આમ થયું? ત્રણ કલાકની ભીનાશ એક ચાના કપે ખતમ કરી નાખી. શું થયું?
આ ધ્યાનને પ્રારંભમાં આપણે ધ્યાનાભ્યાસ કહીશું. અભ્યાસ થતો જશે, આગળ વધતું જશે, ત્યારે એ ધ્યાનાભ્યાસ જ ધ્યાનમાં બદલાશે.
ભગવાન કહે છે : તારી પાસે શરીર છે અને એને આહારમાં અને વસ્ત્રાદિનાં પુગલો જોઈશે; મારી આજ્ઞા પ્રમાણે તું એ પુદ્ગલોનો ઉપયોગ કરી શકે, પણ એ પદાર્થોમાં ગમા-અણગમારૂપે, તારો ઉપયોગ ન રહેવો જોઈએ.
ક્રોધનો ઉદય આવે. વિકાર ચિત્તમાં ઊઠયો. તમે એમાં ભળી જતા...હવે ક્રોધમાં ભળવાનું નથી. ક્રોધને જોવાનો છે.
એ ક્યારે બને?
ક્રોધ દશ્ય છે, તમે દષ્ટા છો; આ દૃષ્ટિબિન્દુ સ્થિર થયેલ હોય તો આ વાત બની શકે. પોતાની ભીતર ઊઠતા વિકારોને સાધક જુએ...મનમાં માત્ર જોવાનો ઉપયોગ ચાલ્યા કરે...આ જોવું તે દષ્ટાભાવ..દર્શનરૂપી ગુણની અહીં પ્રાપ્તિ થઈ. આ છે રૂપસ્થ ધ્યાન.
મારું સ્વરૂપ કર્મોથી ને રાગ-દ્વેષથી અલિપ્ત છે. હું અખંડાકાર ઉપયોગની ધારામાં વહેતું અસ્તિત્વ છું... આ રીતે આત્માભાવમાં સતત જાગૃતિ સાધકે રાખવી છે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૮૭