________________
એ યુવાનમાં પૂર્વના આરાધનનું બળ હશે મુંબઈમાં ઘરે શ્રીમંતાઈ તો વિપુલ હતી. પણ પ્રવચનના ભણકારા વાગતા હતા. આ સૌ ક્ષણ ભંગુર છે. ઝાંઝવાના નીર જેવું છે. તે યુવાને એક દિ'નિવાસે જઈ માને કહ્યું મારે સંસારમાં રહેવું નથી.
મા ધર્મના સંસ્કારવાળા હતા. વિરોધ ન કર્યો પણ કસોટી કરતા રહ્યા. યુવાન દરેક કસોટીમાંથી પાર ઉતરતો કારણ કે સંસારની સુવિધાનો મોહ નશો ઉતરી ગયો હતો..
કોઈ મિત્રનો પરિચય થતા શ્રી ગોયંકાજીના કેન્દ્ર ઈગતપુરી વિપશ્યનાની સાધના માટે ગયા. લગભગ છ વર્ષ સાધના કરી કંઈક સફળતા મેળવી. ઈડર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં એકાંતમાં રહી આત્મ સન્મુખતાની દઢતા માટે પ્રયત્નશીલ રહ્યા.
તે દરમ્યાન આત્મ સાધક શ્રી હરિભાઈનો મેળાપ થયો તેમના સમાગમે શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતનો નિષ્ઠાપૂર્વક અભ્યાસ કર્યો. વિપશ્યનાની સાધના તો ચાલુ જ હતી. તેમાં વચનામૃતથી વિશેષ જાગૃતિ આવી. પછી મુંબઈ જવાનું નહિવત બનતું. ઈડરનો નિવાસ સ્થાયી બન્યો.
શ્રી હરિભાઈનું અવસાન થયું. તેમની બિમારીમાં તન મનથી સેવા કરી. પછી ઈડર ઉપરની નિર્જન ટેકરી પરની ગુફામાં એકાંતવાસ શરૂ કર્યો.
પ્રભુભક્તિપરાયણ, ગુરુ આજ્ઞાધારક, વચનામૃતના સહારે, વિપશ્યનાની સાથે ગુફાવાસી મૌની બન્યા. વળી જન સંપર્ક નહિવતુ બન્યો. ક્યારેક સંયોગવશાત મુંબઈ અમદાવાદ આવતા. આશ્રમના રસોડેથી ઉપરની ગુફામાં મર્યાદિત વસ્તુનુ ટીફીન મંગાવી એકવાર આહાર કરી લેતા. એકાંત સેવન છતાં આશ્રમના કર્મચારીઓને તેઓ પોતિકા લાગતા.
એકવાર તેમના માતુશ્રી આશ્રમમાં આવ્યા. તેમણે જોયું કે ગુફાની ધરતી ઉંચી નીચી છે. ગુફાનો દરવાજો નથી. વન્ય પશુઓ આજુબાજુ ફરે છે. ભાઈની ના છતાં થોડું ઠીક કરાવી જાળી નાંખી. પણ તેઓ કહેતા તે બધા મિત્ર બની ગયા છે ચિંતા કરવાની જરૂર નથી. માથે ૯૦
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો