________________
દિવસે મા વધુ નબળી થતી ગઈ. ઊઠતી પણ નહિ.
પારસ બે ત્રણ દિવસથી શાળાએ મોડો જતો ઘર લેસન તો થતું નહિ, આજે શિક્ષકે તેની ઠીક પિટાઈ કરી, પણ તેણે કશો બચાવ ન આપ્યો.
માની બીમારી વધી ગઈ અને અંતે તે મૃત્યુ પામી. દૂરના કોઈ સગાએ બધી વિધિ પતાવી. પારસ હવે રોજે નિયમિત શાળાએ જતો ઘેર લેસન કરતો. શિક્ષક સમજયા કે મારનો ચમત્કાર છે. તેમણે પારસને કહ્યું હવે નિયમિત થયો ને?
પારસે અત્યાર સુધી ગુપ્ત રાખેલી હકીકત જણાવી. મારી મા બીમાર હતી તેથી હું નિયમિત આવી શકતો ન હતો. હવે મારી મા ગુજરી ગઈ છે. એટલે નિયમિત આવીશ અને આંખમાંથી અશ્રુનો પ્રવાહ વહેતો થયો. આ સાંભળી અને જોઈને વર્ગના બાળકો અને શિક્ષકો રડી પડયા. આના માતૃપ્રેમ માટે શિક્ષક પાસે શબ્દો ન હતા. શિક્ષકની અન્ય વિદ્યાર્થીઓની સહાયથી તે ભવિષ્યનો મોટો લેખક થયો. જાણે માતૃપ્રેમનો પુરસ્કાર !
૩૯. તપ આરાધન પૂરું થયું પછી ?
આજે શિષ્યનું વર્ધમાન આયંબિલ તપ પૂર્ણ થયું હતું. સો આયંબિલ પછી ઉપવાસના પચ્ચખાણથી તે પૂર્ણ થાય છે.
શિષ્ય ગુરુદેવ પાસે પચ્ચખાણ લેવા આવ્યો, ગુરુદેવે એકાસણાનું પચ્ચખાણ આપ્યું.
શિષ્ય વચ્ચે બોલી ઊઠયો નહિ કે ગુરુદેવ આજ ઉપવાસનું પચ્ચખાણ છે.
ગુરુદેવે કહ્યું તપ પૂર્ણ થયું છે તેને પ્રભુ ચરણે ધરી દેવું એ ઉત્સવ છે. જેના કારણે મેં તપ કર્યું, મારું તપ ઉજવ્યું. જેવા અહંમ્ મમત્વના ભાવો વિસર્જન થાય અને સાચા અર્થમાં નિર્જરા થાય.
શિષ્ય પણ વિનયવાન હતો તેને કોઈ વિકલ્પ થયો નહિ અને સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો