Book Title: Sattvashil Tattvamay Prasango
Author(s): Sunandaben Vohra
Publisher: Swadhyay Satsang Parivar

View full book text
Previous | Next

Page 179
________________ છે૬. અનોખી પ્રતિભા - ગુરુમા ) (પૂ. શ્રી ચંદ્રશેખરજી) આ પુસ્તક લખતા વાંચેલા, સાંભળેલા સ્મરણમાં રહેલા, પ્રસંગપટોને આકાર આપતી હતી. ત્યારે પૂ.પં. શ્રી ગુરુવર્ણ ચંદ્રશેખરજીનું એક વ્યાખ્યાન સ્મરણમાં આવ્યું. ત્યારે ખબર ન હતી કે “ગુરુમા” નામનો એક ફૂટ ચોરસ ગ્રંથ પૂરા પાંચ કિલો જેવો પ્રસિદ્ધ થયો છે. જેમાં પૂજ્યશ્રીની જીવનગાથા અભૂત રીતે જણાવી છે. તે ગ્રંથ નિરાંતે ટેબલ કે નાનું ડેસ્ક લઈને વંચાય તેવું છે. તે વાંચતી ગઈ, બધાં જ પ્રસંગો વિશિષ્ટ ચમત્કારિક, સાહસભર્યા, હૃદયદ્રાવક હૃદયમાં વણાયેલા કરેંગે યા મરેગે, તેમાં કયા લખવા અને કયા મૂકવા ? તેથી અહોભાવ કરવાની ભાવના સેવું છું. તેમાંથી ચૂંટીને લખવાનું મારું ગજુ શું? જૈન શાસનની ગરિમાથી જરા પણ ઉતરતું કાર્ય થાય જ કેમ? તેની સામે તેમનો સિંહનાદ ગાજે, શિક્ષણક્ષેત્રે અજૂગતું થાય કે આમરણાંત ઉપવાસ શરૂ થઈ જાય. કતલખાના બંધ કરાવવા જેવા અતિ કઠિન પૂરેપૂરા પુરૂષાર્થ માંગે તેવા, અરે કોઈ તેમને જ મિટાવી દે તેવી દહેશતવાળા કાર્યોની સામે આંદલનોનું પરિણામ આવે પછી તેમનો જીવ ઝપે, અગર તો અનશનનું અહિંસક તત્ત્વ-સાધન લઈ બેસી જાય. કાર્યક્રમ સફળ થયે જ છૂટકો. આવા તો કેટલાક પ્રસંગો આલેખવા? માટે ભાવના કરું ભલામણ કરું, “ગુરુ મા”ને વાંચો, વંચાવો, માણો, એવી ઉર્જાપુરૂષની આ ગાથા છે. એક પરાક્રમી મહારાજાની ગૌરવગાથા, ઝાંખી પડે. પારણાથી પુત્રના લક્ષણ પ્રગટ થયા છે. એટલું લખું છું મારી કલમ બહુ નાની પડશે. તમે સૌ વાંચવા પ્રેરાય તે માટે અત્રે ઉલ્લેખ કરું છું. વિવિધ પ્રસંગો વિવિધ પરાક્રમે કાર્ય પાર પાડે જ છૂટકો અગર આત્મ વિલોપનની તૈયારી. કોઈ કાર્યક્રમનું વ્યવસ્થિત ફંડ થાય. પછી ૧૭૬ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196