________________
પરંપરાવાળા ઉત્તમ જીવ હતા. તે કહે તારો ભાઈ કાળને ભરોસે રહ્યો છે. બત્રીસ દિવસની કોને ખબર છે ?
સુભદ્રા કહે ત્યાગને જાણવો સહેલો છે ત્યાગ કરવો મુશ્કેલ છે. પણ આ શું ? ધન્નાજી કહે ચાલો ત્યારે ત્યાગને શીઘ્રતાથી સ્વીકારી લઉં અને આશ્ચર્ય ?
ધન્નાજી તો એ જ વેષે, બાજોઠ પરથી ઉઠી, શાલિભદ્રની હવેલીએ પહોંચ્યા. અરે, શાલિભદ્ર, કાળના ભરોસે ત્યાગને ન છોડાય. ચાલો, વિલંબ શો ?
અને શાલિભદ્ર પણ જાણે રાહ જોતા હોય તેમ સાતમા માળની હવેલીએથી કયારેય ઉતર્યા નથી તે શીઘ્રતાથી ઉતરી પડયા. સાળો બનેવી સાથે હાથ મિલાવી પ્રભુના દરબારમાં પહોંચી મુનિઓની હરોળમાં ગોઠવાઈ ગયા.
આની પાછળ ચાલક બળ પૂર્વના સંચિત સંસ્કારો હતા. આપણામાં ન હોય તો આ જનમમાં ભેગા કરો. હજી સમય છે વેડફો નહિ. પૂર્વે સંસાર સેવેલો છે તેનો સંસ્કાર છૂટતો નથી તો આવી કથાના માધ્યમથી બળ મેળવો અને આરાધક બનો, તે સાંકળ ગૂંથાય તેવું બળ વાપરો અને ધન્નાજી બનો.
૪૩. ભાખરીના ચિત્રથી પેટ ન ભરાય
એક મહાજ્ઞાની સંત, ઘણા શિષ્યોનો સમુદાય પણ સંતનું સંતત્ત્વ ગજબ. સંત પાસે એક મેધાવી શિષ્ય અભ્યાસ કરતો. ખૂબ ભણ્યો, ઘણા શાસ્ત્રોનો નિષ્ણાત થયો, પણ અંદર અહંનું શલ્ય હતું તે અનુભૂતિ સુધી પહોંચવામાં અંતરાય હતું.
સંતની સમજમાં આ વાત હતી. તેથી તેમણે શિષ્યને બીજા આશ્રમમાં બીજા સંત પાસે મોકલ્યો. શિષ્યને જ્ઞાન નિપુણતામાં રસ હતો એટલે ગયો.
સંતની નિશ્રામાં બેઠો અને પરિચય આપ્યો પોતે ઘણા શાસ્ત્રોનો સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૭૭