________________
એકવાર તેમના માતુશ્રી આશ્રમમાં આવ્યા. તેમણે જોયું કે ગુફાની ધરતી ઉંચી નીચી છે. ગુફાનો દરવાજો નથી. વન્ય પશુઓ આજુબાજુ ફરે છે. ભાઈની ના છતાં થોડું ઠીક કરાવી જાળી નાંખી. પણ તેઓ કહેતા તે બધા મિત્ર બની ગયા છે. ચિંતા કરવાની જરૂર નથી. માથે ભગવાન છે પછી ચિંતા શી?
ગમે તે ઋતુ હો એ ગુફા ગરમ થાય કે ઠંડી થાવ વર્ષા થાવ કે વાદળા થાવ. તે તો પોતાની મસ્તીમાં સાધના કરતા રહે છે. તેમનું તન, મન એ રીતે ઘડાઈ ગયું છે.
વિપશ્યનાનો મૂળ હેતુ જ આ દેહની અનિત્યતાને અનુભવી દેહનો નેહ ત્યજી આત્મ સ્પર્શના કરવાની છે. કહેતા કે અનિત્યતા દઢ થાય છે અનુભવાય છે.”
છૂટે દેહાધ્યાસતો નહિ કત તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ ધર્મનું મર્મ.
- શ્રીમદ્ રાજચંદ્ર ઈડરમાં રહેતા જ્યોતિબા સાથે તેમનો સંપર્ક ઘેરો હતો. તેમની સાથે મને તેમનો લાભ મળતો. વળી કોઈવાર નિવાસે આવતા પણ
ખરા.
એકવાર હું બિમારીમાં હતી ત્યારે મને મળવા આવ્યા. મેં કહ્યું હું દેહ નથી. શુદ્ધ આત્મા છું. બોલું છું પણ ટકાતું નથી દર્દમાં મન એકાકાર થાય છે.
ઉપયોગમાં દર્દમાં જાય ત્યારે ગમે છે? ના ગમે નહિ. તો પછી જ્યાં ન ગમે ત્યાં ઉપયોગ નહી લઈ જવાનો. ભાઈ ! દેહભાવ એવો છૂટયો નથી.
તમે વારંવાર દેહ અનિત્ય છે તેવી નિંરતર ભાવના ભાવો, ઉડે સુધી ત્યાં પહોંચો, પછી જૂઓ કોણ જણાય છે. જે જણાશે તે તમારું સ્વરૂપ છે. વધુ નથી લખતી આ તેમની ઈચ્છા વિરૂદ્ધ રજા વગર લખ્યું છે. ક્ષમા કરે.
યોગેશભાઈ અધિક શતાયુ ભવઃ
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧ ૭૫