________________
હતો નહિ, અન્યોન્યની વાત સાચી કેવી રીતે માને?
તેમ આત્માનુભૂતિ થઈ નથી સાંભળ્યું છે એટલે દરેક જુદી જુદી વ્યાખ્યાઓ આપે. આત્માનુભૂતિ વાળો મૌન રહે, તેણે તે માણી છે.
આવી અનુભૂતિ સગુરુના યોગે થાય. શ્રીપાળ રાસમાં શ્રી યશોવિજયજી લખે છે કે “મારે તો ગુરુ ચરણ પસાયેરે, અનુભવ દિલ માંહિ પેઠોરે;
અદ્ધિવૃદ્ધિ પ્રગટી ઘટ માહે, આતમરતિ બેઠો રે' સુહ ગુરુ જોગો, સગુનો યોગ થયો એટલે તેમની પવિત્ર ઓરાનું ઉપનિષદ થવું. તેની યોગ્યતા વિવેક છે, શ્રદ્ધા છે.
સદ્ગુરુ સુષુપ્ત ચેતનને જાગૃત કરે છે. પ્રમાદ જેવી અવસ્થામાંથી જાગૃત કરે છે. આ કોઈ તર્ક નથી સત્ય હકીકત છે. ભગવાન મહાવીરે ગૌતમ આદિ ગુણધરોને મસ્તકે, બ્રહ્મરંધ્રમાં વાસક્ષેપ પ્રદાન કર્યું. અને ગણધરોમાં ચારજ્ઞાન અને અનંત તત્ત્વજ્ઞાન પ્રગટ થયું. ગુરુ ચેતનાની આવી અભુતતા છે.
૪૬. અહં ટળે અહંમ પ્રગટે છે.
આત્મશક્તિ અદ્ભુત છે. બેહદ છે. વીરલા તે મહા પરિશ્રમે પામે છે એટલે સામાન્ય માનવ તે પામી શકતો નથી તે ભ્રમમાં પડે છે. પણ જો તેને સદગુરુયોગ થાય તો પડળ ખૂલી જાય.
એક સાધકને કોઈ પૂર્વના સંસ્કારથી સંસાર પર વૈરાગ્ય આવ્યો. અને સંસારની સંપત્તિ, સ્ત્રી, પુત્ર પરિવાર ત્યજી નીકળી ગયો. અગાઉ સંતના પરિચયમાં હતો ત્યાં પહોંચી ગયો.
ગુરુદેવ ! પૂરો સંસાર ત્યજીને, સંપત્તિ આદિને લાત મારીને આવ્યો છું. આપ મને સંન્યાસ આપો.
ગુરુ અનુભવી હતા તેમણે તેના સામે જોયું અને કહ્યું બેટા ! તે સંસારને લાત મારી છે પણ તે પૂરી લાગી નથી વિચારી જો ફરી લાત મારીને આવજે. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો