________________
બદ્રી લઈ જવાના પ્રતિમાજી જયપુરમાં તૈયાર થયા. તેની શાસ્ત્રીય વિધિ કરી, ભારતમાં ઘણા સ્થળે પરિકમ્મા થઈ, ઉમંગથી સૌએ પૂજયા. આ વિગત જાણી બદ્રીના પંડાઓ અને ટ્રસ્ટીઓ ચમકયા કે જૈનમંદિરનું મહાભ્ય વધી જશે. એટલે તેઓએ પ્રતિકાર કર્યો, પૂ. નું સ્વપ્ન અધૂરું રહ્યું. પ્રતિમાજીનું હરદ્વારમાં જ સ્થાપન થયું. પૂ. પુનઃ ગુજરાત બાજુ પધાર્યા.
ચોર્યાસી વર્ષની વયે શત્રુંજય શિખરે દાદાને પગપાળા ચઢીને ભેટયા, માતુશ્રીનું અવસાન ત્યાંજ થયું હતું. ત્યાર પછી તેઓ રાજસ્થાન બાજુ વિહાર કરતા હતા. નાકોડાથી નીકળ્યા અને રસ્તા પર એક કારે ટક્કર મારી જમીન પર પછડાવા સાથે કરોડની નસ તૂટી કે જે કંઈ થયું તે ચોર્યાસીની વયે જાણે ચોર્યાશીનું ચક્કર પૂરું થવાનું હોય તેમ તેમણે ચિરવિદાય લીધી. શંખેશ્વર સમાધિ થઈ.
ન રોગ ન દુઃખ, જેવો નિરોગી દેહ હતો તેવો જ ધરતીને ધરી દીધો. ધન્ય તે મુનિવરા. આ હતા આગમધર સ્થવિર શ્રી જંબુવિજયજી મહારાજજી.
કેવી નિખાલસતા? નિર્મળતા?
હરદ્વાર બાજુના વિહાર સમયે તેઓ બનારસ પહોંચ્યા. ત્યાં સારનાથમાં બૌધ્ધ યુનિવર્સિટી છે. ત્યાં તેમણે નયચક્ર નામના કઠિન ગ્રંથનું સંપાદન કરેલું. તે નિમિત્તે બૌધ્ધ વિદ્વાનોનો પરિચય થયો હતો.
બનારસ પહોંચી તેઓ બૌધ્ધ યુનિવર્સિટીમાં પહોંચ્યા. ત્યારે ત્યાં વાઈસ ચાન્સેલર પ્રોફેસર સામટન હતા. મુનિશ્રી ત્યાં પહોંચ્યા ત્યારે પદવીદાનનો મોટો ઉત્સવ હતો, પ્રોફેસર ખૂબ વ્યસ્ત હતા.
તેઓએ ઓફિસમાં પૂછ્યું જવાબ મળ્યો કે પ્રોફેસર આજે ખૂબ કામમાં છે. મળી શકશે નહિ. પછી તેઓ બહાર બાંકડા પર બેઠા. તે સમયે સામટન ત્યાં આવ્યા, તેમણે કહ્યું હું આજે મળી નહિ શકું. ‘ભલે મુનિશ્રી પણ ઉભા થઈ જવા લાગ્યા. જતાં જતાં સામટને પૂછયું આપનું નામ?
“મુનિ જંબૂવિજ્યજી' ઓહ ! દ્વાદસાર નયચક્રના સંપાદક સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૮૫