________________
વર્ધમાન આયંબિલ તપની ૯૦મી ઓળી હતી. તેની પૂર્ણતા થવામાં હતી અને આગળની ઓળીનો પાયો નાંખવાનો હતો.
તે નિમિત્તે તેમણે કેટલાક સાધર્મિકને પોતાના નિવાસે જમવા બોલાવ્યા. સૌએ પ્રભુદર્શન, ભક્તિ કરી, ઉપાશ્રયે જઈ ગુરુવંદના કરી બોધ સાંભળ્યો. પછી નિવાસે સૌને ભોજન માટે બેસાડયા. મિત્રોએ પૂછ્યું, તમે ?
હિંમતભાઈ કહે મારે આજે ૯૧મી ઓળીનો પાયો નાંખવાનો છે, તે માટે તમારા સૌના આશીર્વાદ લેવા આ ક્રમ ગોઠવ્યો છે.
આ સાંભળી સૌના નેત્રો સજળ થઈ ગયા. એકવાર તેમને એકાસણા એક દ્રવ્યથી ચાલતા હતા. કોઈ સાધર્મિકને ત્યાં જમવાનું હતું. ઉતાવળે બહેન શિરો બનાવતા સાકરના પાણીને બદલે સાદું પાણી નાંખી શિરો બનાવ્યો. હિંમતભાઈ એક જ દ્રવ્યથી એકાસણું
કરતા.
બહેને પ્રેમથી ગરમ ગરમ શિરો તો પીરસ્યો હિંમતભાઈ પ્રેમથી જમ્યા. વિદાય થયા પછી ઘરના જમવા બેઠા પણ આ શું ? શિરો હતો કે ખીચું હતું ? શીરામાં ખાંડ નાખી ન હતી. પણ હિંમતભાઈ તો જાણે કંઈ બન્યુ જ નથી. પેટને ભાડુ આપી દીધું.
આવો સંયમ ધારણ કરનારમાં ભેદજ્ઞાન વર્તે છે. હીરો અને પત્થર જૂદા દેખાય તેમ આ સાધકને આત્મા અને દેહની ભિન્નતાનું ભેદજ્ઞાન આત્મસાત હતું. તે સહજાત્મક થયું હતું કોઈવાર રાત્રે અસુખ લાગે તો ઉભા થઈને કાયોત્સર્ગ ધ્યાનમાં રહેતા. દેહની અવકળા તેના સમયે શમી જતી તેઓ તેના સાક્ષી હતા.
પૂર્વના જન્માંતરીય સાધનાના સંસ્કાર અને વર્તમાનમાં સદ્ગુરુનો યોગ મળ્યો, તે વિનીત થઈ ઝીલ્યો. સંસાર સુખની સ્પૃહા નહી. જેને આત્મ સુખ મળ્યું તેને પૌદ્ગલિક સુખ કેવી રીતે સ્પર્શે ? પન્યાસ પૂ. ભદ્રંકરજીનું તપોબળ, જ્ઞાનબળ, મૈત્રીભાવની ઉત્કૃષ્ટતા, આવા ઉત્તમ જીવોને પ્રદાન હતું. આવા અન્ય સાધકો પૂ. શ્રીના બોધની નિપજ છે. મૈત્રીભાવના એ તેમને માટે નવકારમંત્રની સાધનાનું અંગ હતું.
૧૧૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો