________________
સૂઈ જાવ કંઈ જરૂર પડે તો કહેજો.
રાજા ચારે તરફ જોવા લાગ્યો. જરૂર પડે તો સંત શું આપશે? ઝૂંપડીમાં કંઈ સાધન તો છે નહિ.
સંતના જીવનની પવિત્રતા એવી હતી કે રાજા ધાબળા પર સૂતાં કે નિદ્રાવશ થઈ ગયા. આવી નિદ્રા કયારે ય મળી ન હતી. છેક સવારે ઊઠયા ત્યારે મુખ પર પરમ શાંતિ હતી. આવી શાંતિ મહેલના કિંમતી ખાટલામાં કયાંથી મળે ? એટલે રાત્રે રાજાને આવશ્યકતા જ ઊભી ન થઈ. તેને સંતની વાત સમજાઈ.
રાજાએ સવારે જતી વખતે એક કિંમતી હીરો આપ્યો. સંત કહે મારે આની જરૂર નથી. છતાં રાજાએ આગ્રહ કરી ઝૂંપડીની વળીઓમાં મૂક્યો. રાજાને એમકે થોડા વખત પછી લેશે. વર્ષો ગયા સંતને જરૂર પડી નહિ કારણકે તેમની પાસે આકિંચનત્વનું બળ હતું. આત્મ સંતોષનું ઐશ્વર્ય હતું.
થોડા વર્ષો પછી રાજા ત્યાંથી નીકળ્યા. તેને એમકે ઝૂંપડીને બદલે કોઈ ભવ્ય આશ્રમ હશે. કારણ કે પેલા હીરામાંથી તે થઈ શકે તેમ હતું પણ અહીં તો તે જ ઝૂંપડી હતી.
રાજાએ પૂછ્યું, બાપજી પેલો હીરો કયાં ? સંત કહે, રાજા એ તો તમે જ જોઈ લો. રાજાએ જોયું હીરો ત્યાં જ વળીમાં પડયો હતો. સંતને તેના સ્મરણે સતાવ્યા જ ન હતા. આકિંચન્ય તેમનું બળ હતું. પ્રભુચરણે ધરેલું જીવન હતું. જીવન હીરામય હતું. તેમને બાહ્ય હીરાની શી જરૂર !
કયારેક આવા સંતોના પરિચયમાં રહેવું, તો જીવનના સાચા તત્ત્વને પામી શકાય.
વિકલ્પોની જાળ આમ ભેદાય. પરિસ્થિતિનો સહજતાથી સ્વીકાર. સંતોનું જીવન દેહાધીન નથી. ચેતના પર નિર્ભર છે. જે ચેતનાની શક્તિ અપાર છે. સમાગમે શ્રદ્ધાથી સમજાય છે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૦૯