Book Title: Sattvashil Tattvamay Prasango
Author(s): Sunandaben Vohra
Publisher: Swadhyay Satsang Parivar

View full book text
Previous | Next

Page 177
________________ એ યુવાનમાં પૂર્વના આરાધનનું બળ હશે. મુંબઈમાં ઘરે શ્રીમંતાઈ તો વિપુલ હતી. પણ પ્રવચનના ભણકારા વાગતા હતા. આ સૌ ક્ષણ ભંગુર છે. ઝાંઝવાની નીર જેવું છે. તે યુવાને એક દિ નિવાસે જઈ માને કહ્યું મારે સંસારમાં રહેવું નથી. મા ધર્મના સંસ્કારવાળા હતા. વિરોધ ન કર્યો પણ કસોટિ કરતા રહ્યા. યુવાન દરેક કસોટિમાંથી પાર ઉતરતો કારણ કે સંસારની સુવિધાનો મોહ નશો ઉતરી ગયો હતો. કોઈ મિત્રનો પરિચય થતા શ્રી ગોયંકાજીના કેન્દ્ર ઈગતપુરી વિપશ્યનાની સાધના માટે ગયા. લગભગ છ વર્ષ સાધના કરી કંઈક સફળતા મેળવી. ઈડર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં એકાંતમાં રહી આત્મસન્મુખતાની દૃઢતા માટે પ્રયત્નશીલ રહ્યો. ત્યારે ત્યાં તેમનો પરિચય થયો. તે દરમ્યાન આત્મ સાધક શ્રી હરીભાઈનો મેળાપ થયો તેમના સમાગમે શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતનો નિષ્ઠાપૂર્વક અભ્યાસ કર્યો. વિપશ્યનાની સાધના તો ચાલુ જ હતી. તેમાં વચનામૃતથી વિશેષ જાગૃતિ આવી. પછી મુંબઈ જવાનું નહિવત બનતું. ઈડરનો નિવાસ સ્થાયી બન્યો. શ્રી હરિભાઈનું અવસાન થયું. તેમની બિમારીમાં તન મનથી સેવા કરી. પછી ઈડર ઉપરની નિર્જન ટેકરી પરની ગુફામાં એકાંતવાસ શરૂ કર્યો. પ્રભુ ભક્તિ પરાયણ, ગુરુ આજ્ઞા ધારક, વચનામૃતના સહારે, વિપશ્યનાની સાથે ગુફાવાસી મૌની બન્યા. વળી જન સંપર્ક નહિવતુ બન્યો. કયારેક સંયોગવશાત્ મુંબઈ અમદાવાદ આવતા. આશ્રમના રસોડેથી એકવાર ઉપરની ગુફામાં મર્યાદિત વસ્તુનુ ટીફીન મંગાવી એકવાર આહાર કરી લેતા. એકાંત સેવન છતાં આશ્રમના કર્મચારીઓને તેઓ પોતિકા લાગતા. ૧૭૪ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196