________________
સાધ્વીજીને સોંપી. સુલસાના હૃદયની વીણા ગુંજી, મારી પુત્રવધૂઓનું દુઃખ દૂર થયું. હૃદયનો ભાર હળવો કરી. સુલસા સારથીને સંભાળવા નિવાસે પહોંચી પણ જીવન અંધકારમય લાગતું હતું.
સંસારમાં જન્મ મરણનો ક્રમ નિયત છે. પરંતુ કેટલાક સંયોગોમાં થતા મરણનું મારણ શું ? સુલસાની શ્રદ્ધા કહે છે વીર પ્રભુ પધારવાના છે, આપણા સર્વ દુઃખો દૂર થશે. પુત્રવધૂઓના શોકનો ભાર ઊતરી ગયો, વીરના ચરણે પુત્રવધૂઓ સુખી છે તેવી અચલ શ્રદ્ધાએ સુલસા સ્વસ્થ થઈ.
બીજે દિવસે રાજા શ્રેણિક અને મંત્રી અભયકુમાર પધાર્યા છે. સુલસાના ચિત્તમાં હજી દુઃખની ઘેરી અસર છે. રાજા તો જાણે ગુનેગાર હોય તેમ ઉંચે જોતા નથી. છેવટે સુલસા કહે છે ચેલણા રાણીપદે પધાર્યા છે તેમનું સ્વાગત થવું જોઈએ. પ્રજા તેમના દર્શન કરે તે ઉચિત છે.
રાજા અને મંત્રી પણ શોકાતુર છે. તેમનું હૃદય જાણે ગુનો થયો હોય તેવા ભાવથી શોકાર્દ્ર છે. તેથી મંત્રી કહે છે. સુલસાબહેન અત્યારે સ્વાગતનો પ્રસંગ નથી.
સુલસા પુનઃ સ્વસ્થતાથી સમજાવે છે. છેવટે ચેલણાનું પ્રજા દ્વારા સન્માન થાય છે. સમય પસાર થાય છે.
ચેટક રાજાને ખબર મળ્યા બત્રીસ રક્ષકો મૃત્યુ પામ્યા છે, શ્રેણિક રાજગૃહી પહોંચ્યા છે. તેઓ શાંત થયા સુજ્યેષ્ઠાના સમજાવાથી તેને ચારિત્ર ધર્મની રજા આપી. સૌ રાજગૃહી પહોંચ્યા. તેમનો ભાવભર્યો ભવ્ય સત્કાર થયો. સુજ્યેષ્ઠાએ પણ વીરનો બોધ પામી બત્રીસની સાથે પરમ સુખ પામવા ચારિત્ર અંગિકાર કર્યું.
આ પ્રસંગમાં સુલસાના શબ્દો ગુંજે છે.
“ભગવાન વીર પધારે છે. આપણા સર્વ દુઃખ દૂર થશે.” આ તેની અપૂર્વ શ્રદ્ધા હતી. તેથી તો તેનું નામ પ્રભુના મુખે પ્રગટ થયું. ‘ધર્મલાભ’’. પુનઃજન્મ પુનઃમરણની યાતનાનો અંત ભગવાને દૂર કર્યો.
પ્રભુની કૃપાનું મૂલ્ય તમારી અંતરની શ્રદ્ધા પર અવલંબે છે. સુલસાના રોમે રોમે વીરની શ્રદ્ધાનું ગુંજન હતું.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૫