________________
માનવજીવન ઉર્ધ્વગામી થવા માટે, ચેતનાને તેના સ્વરૂપે વિકસવા માટે છે. પણ તે તેને વિષય કષાયાદિના કાદવમાં મલિન કરી લે છે. પાંચ વર્ષના શ્રીપાળે શું દોષ કર્યો હતો. રાજકુમાર તરીકે જન્મ્યો અને પાંચ વર્ષે જંગલની વાટે ચઢવું પડયું તેમાં કોઢિયા સાથે કોઢિયો થયો, પરંતુ પૂર્વે કરેલા દોષોનું પ્રાયશ્ચિત કરેલું એટલે નિરોગી જીવન પામ્યો. સાથે સાથે સંયમના સંસ્કાર પણ ઉદયમાં આવ્યા એટલે જીવન પવિત્રતા પામ્યો.
કથા પ્રચલિત છે. ધવલ શેઠ દરિયામાં ફેંકે છે, દરિયામાં પડતાં ભય નથી. કારણે નવપદની શ્રદ્ધાનું બળ છે. સાથે પુણ્ય છે, મોટું માછલું ઝીલી લે છે. દરિયા કિનારે પહોંચાડે છે. ત્યાં પુણ્યયોગ જાગ્યો છે. રાજા નૈમિત્તિકના કહેવાથી હાથી મોકલે છે.
.
રાજા સહર્ષ કન્યાદાન કરે છે સુખ શોધતું આવે છે. શ્રીપાળ નવપદનો આરાધક છે, દરિયામાં પડયાનું દુઃખ નથી, રાજ્યના સુખમાં ગરકાવ નથી. શ્રદ્ધાબળે ગુણ સંપત્તિ વધતી જાય છે.
એક દિવસ ધવલ દરબારમાં નજરાણું લઈ આવે છે. શ્રીપાળ ઓળખે છે પણ પેલી ગુણ સંપત્તિ ધવલ પ્રત્યે દ્વેષ પેદા થવા દેતી નથી. તેને ઉપકારી ગણી આવકારે છે. આ માનવજીવનની મહત્તા છે. માનવ જીવનમાં ગુણ વિકાસની પરાકાષ્ઠા છે. જે મુક્તિ સુધી પહોંચાડે છે. તે માટે જીવે સ્વની સત્તાની મહત્તા સ્વીકારી અંતરને અજવાળવું પડે છે.
માનવજીવનનું અસ્તિત્ત્વ જ ગુણ સંપન્નતા માટે છે. તેને માટે જીવે ધર્મ જેવી સંપત્તિ ધારણ કરવી પડે, પોતે ગુણ સ્વરૂપ પવિત્ર છે તેમ શ્રદ્ધાબળે ગુણ વિકાસ કરવો જોઈએ. તેનું સંવર્ધન કરવું જોઈએ. પછી એ ગુણમય જીવન સ્વયં કાર્યકારી થાય છે.
શ્રીપાળને યાદ કરવું પડયું નથી કે હવે મારે મૈત્રીભાવ રાખવો. ધવલનો દોષ ભૂલી જવો, પણ નવપદની આરાધનાથી, સમ્યગ્દષ્ટિના આવિર્ભાવથી ગુણો સહજ જ પ્રગટતા રહ્યા હતા. બાહ્યવૈભવએ પુણ્યનો યોગ હતો. આંતર વૈભવએ સ્વયં પવિત્રતાનો પુંજ હતો. તેને ધારણ કરનારા સ્વયં મુક્ત થાય, સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૭૩