________________
તારા નામનું વિસ્મરણ કરવાનું છે. તું કોઈ નામધારી નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું.
સાધક સાધનામાં પ્રવૃત્ત થયો. થોડા કલાક થયા અને ગુરુદેવ બૂમ પાડી ‘રમ્યઘોષ’ સામેથી પ્રત્યુત્તર મળ્યો. ‘જી ગુરુદેવ' અને ગુરુદેવની સમક્ષ ઊભો રહ્યો. ગુરુદેવે તેના મુખ સામુ જોયું અને તે સમજી ગયો કે હું રમ્યઘોષ કર્યાં છું ?
આમ આ જીવ સંસારમાં નામ અને રૂપની પાછળ પૂરો જન્મ ગુમાવે છે.
“નામ રૂપ જૂજ્વા અંતે હેમનું હેમ હોવે.’’
૪૮. સદાય પ્રસન્ન મુનિવરા
ઝીંઝુવાડા ગામમાં તેમનો જન્મ થયો તેમનું નામ ચુનીલાલ. પૂર્વના પુણ્યોદયે એવા કુંટુંબમાં જન્મ થયો કે પિતાના ગુરુપદે પૂ. બાપજીની નિશ્રામાં સંયમજીવન મળ્યું. શાસ્ત્રાભ્યાસ માણ્યો. આગમના સંશોધનનું કામ વર્ષો સુધી અવિરત પણે કર્યું. જેવા મેધાવી તેવાજ નિખાલસ છતાં સંયમમાં દ્રઢતા નિખરતી. તપશ્ચર્યાથી જીવનની પવિત્રતા પ્રગટતી રહી. કાયા તાંબાવર્ણી દીપી ઊઠતી.
જેવા શાસ્ત્રજ્ઞ એવાજ ભક્ત. શંખેશ્વર દાદાના દર્શને જતા બહારના પગથિયેથી વંદનવિધિ શરૂ થતી. તેમની ભક્તિ જોનારને પણ ભક્તિનું મહાત્મ્ય આવતું. પાછળના લગભગ ત્રણ કે ચાર દાયકા, વયોવૃદ્ધ માતાની સેવા અને આગમ સંશોધનના માટે શંખેશ્વર અને આજુબાજુ ગામો તેમનું સીમિત ક્ષેત્ર હતું. ભક્તોનો પ્રવાહ અવિરત છતાં એકાંતવાસી રહ્યા. ચાર પાંચ શિષ્યો અને સંશોધનના કાર્યમાં સહાયક તેવા ચાર પાંચ સાધ્વીજીઓ સાથે રહેતા. તે સૌ તેમના લેખનના સહાયક હતા. પૂ. શ્રીને લેખન કરતા જોવા તે પણ એક લહાવો લાગતો. બેઠક ટેકા વગરની ટટ્ટાર, જમણો પગ ઉભો તે એમનું લેખન ડેસ્ક હતું. ડાબો પગ ઉંધો વાળેલો હોય અને હાથ લેખન કાર્યમાં.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૮૩