________________
પાળવું અને ઘીનો ત્યાગ કરવો. આત્મબળની ભાવના સાકાર થઈ. વીસ મિનિટમાં વાવાઝોડું સલામ ભરીને શાંત થઈ ગયું.
આ સ્વયં લીધેલી પ્રતિજ્ઞાઓ પ્રાતઃકાળે તેમણે પૂજ્યને જણાવી તેમની પાસે રજીસ્ટર્ડ કરાવી (લીધી.) પૂજ્યો પ્રસન્ન થયા પણ આશ્ચર્ય
પામ્યા.
આવી ભીષ્મ પ્રતિજ્ઞાના સહારે તમારું આત્મબળ ગજબનું વિકાસ પામ્યું. બાંગલાદેશ અને પાકિસ્તાનના યુદ્ધમાં નીડરતાથી મિત્રો સાથે પહોંચી ગયા. વરસતી બોમ્બની આગમાં સેવાપરાયણ રહ્યા. યુદ્ધવિરામ પછી સેવાકાર્ય કરનારને સન્માન મળે તે સ્વાભાવિક છે પણ તે ન લેવું તમારે માટે સ્વાભાવિક છે અને હતું.
સેવાકાર્ય અને આત્મ સાધના સુંદર રીતે થઈ શકે શકે તે માટે તમે મુંબઈ શહેરને છોડી ધોળકા ગામે સ્થાયી થયા. શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની છાયામાં તમારું કાર્ય આગળ વધ્યું પછી તો જિન મંદિરોનું નિર્માણ, જિર્ણોધ્ધાર ઉપાશ્રય રચના એ તમારો જીવન મંત્ર થઈ ગયો. આ ઉપરાંત સંયમીઓની વૈયાવચ્ચ, વિહારધામોની અવિરત સેવાઓ થતી રહી. છતાં તમે ગુપ્ત રહ્યા. પશુધન બચાવવું એ તો તમારું પ્રદાન કેવી રીતે વર્ણવવું ?
આશ્ચર્ય એ છે કે આવા કાર્યો માટે ફંડફાળાની જાહેરાત કરવી ન પડે. પણ એ પ્રવાહને રોકવો પડે. કાર્ય નિષ્પન્ન થયું. હિસાબ ચૂકતે, ટ્રસ્ટી તરીકે પણ આર્કિચન્ય રહ્યા. છતાં વસ્તુપાળના પગલે પગલે લક્ષ્મી પાંગરતી તેમ તમારી નિસ્પૃહ સેવાને લક્ષ્મીજીએ વધાવી હતી. તમારું કાર્ય બોલતું રહેતું. તમારી નિસ્પૃહકાર્ય પરાયણતા જ લક્ષ્મીદેવીએ વધાવી હતી.
મોરબીનો મચ્છુ ડેમ તૂટયો, મોરબી ડૂબ્યુ. માનવોની આફતની સીમા નથી અને તમે તમારા સૈન્ય સાથે પહોંચી ગયા. ગાંઠને ખર્ચે ખીચડી ખાઈ લેવાની અને અવિરત પ્રેમમય સેવા ધરી દેવાની હસતે મુખે કશી પછી ફરિયાદ તો હોય જ કયાંથી ?
આફતો આવી દોડી જાવ પછી આરામ ? ના ભાઈ, કેટલાયે જિનમંદિરો, પ્રતિમાજી ભરાવવી, પુસ્તક પ્રકાશનનું કાર્ય, જિણોદ્ધાર,
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૬૬