________________
બાંધ્યું હતું. રાજા માર્ગ ભૂલ્યો હતો. દૂરથી તેણે એક છોકરાને આવતો જોયો. રાજાએ ઘોડો ઊભો રાખ્યો. અને પેલા છોકરાને માર્ગ પૂછયો.
છોકરો જંગલમાં રહેતો હતો પણ જંગલમાં વિચરતા સાધુસંતોના સમાગમવાળો હોવાથી વિવેકી હતો.
તેણે કહ્યું: નિર્દોષ જીવોને હણનારો નરકે જાય. વિવેકી માણસ જીવોની રક્ષા કરે. અન્યને સુખ આપે તે સ્વર્ગે જાય. આ બે માર્ગ છે. તમારે જે માર્ગે જવું હોય તે માર્ગે જાવ. છોકરો આટલું કહીને આગળ વધ્યો.
રાજા સમજદાર હતો. થોડી પળો વિચારમાં પડ્યો. ઘોડા ઉપર બાંધેલા લોહીયાળ બચ્ચાને જોયું અને સમજી ગયો કે આ માર્ગ નરકનો છે. જીવદયા, જીવમૈત્રી એ સ્વર્ગનો, સુખનો માર્ગ છે. શિકારની વૃત્તિ છૂટી ગઈ અને જીવ રક્ષક બની ગયો. અક્ષુદ્રતા છૂટી ગઈ.
આ ૩૨. પૂર્વ સંસ્કાર એ ચેતનાનું સાતત્ય છે
બાળક પેટમાં હોય કે જન્મ ધારણ કરે, આહાર ગ્રહણ કોઈ શીખવે નહિ. સંજ્ઞાબળે તેને આહાર ગ્રહણ કરતાં આવડે. પશુ, પક્ષી જીવ માત્રને આ જન્માંતરીય સંસ્કારો છે. જો જીવને પૌગલિક ભાવે આ સંસ્કારો સાથે આવતા હોય તો આત્માના ગુણો, શુદ્ધભાવો, દયા, ક્ષમા, સત્ય, ત્યાગ વૈરાગ્યના ગુણોનો સંસ્કાર સાથે કેમ ન આવે?
ગૌતમ બુદ્ધ વિષે એક રૂપક વાંચવામાં આવેલું. તેમનો એક ભવ જંગલમાં હરણનો હતો, સાથે એટલું પુણ્યબળ હતું કે એ જંગલના હરણની વસ્તીનો નેતા હતો. હરણ રૂપાળું હોય તેમાંય આ તો ખૂબ સુંદર હતું.
આ જંગલના ક્ષેત્રનો રાજા શિકારે આવતો. નિર્દોષ હરણાનો શિકાર કરી રાજી થતો. તેમની સાથે જંગલનો એક ભીલ આવતો તે પશુઓના હાવભાવ પરથી પશુઓની ભાષા સમજતો. એકવાર શિકારે આવ્યો ત્યારે હરણ નેતા નીડરતાથી તેમની
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૬o