________________
સાધના છે. જે સાધ્ય પ્રત્યે સ્થિર થશે. વિભાવ તો દૂર રહી જશે.”
તમે કોઈકવાર નદીમાંથી પસાર થતા હોય અને પાણીનો વેગ આવે તો પગને ઠેરવવા કોશિષ કરવી પડે. તેમ સ્વાધ્યાય આદિ કરતા વિકલ્પોની તાણ આવે ત્યારે ઉપયોગ સ્થિર કરવા પ્રયત્ન કરવો પડે તો સ્વનું અધ્યયન થશે, સ્વાધ્યાય કરો અને તમે કોરા રહી જાવ ? સ્વાધ્યાય સ્વ પ્રત્યે ઝૂકવાનું અનુષ્ઠાન છે.
ઉત્તમ સાધક માટે એકાંત જરૂરી છે, લોક સંપર્ક વિકલ્પોનું કારણ બને છે. જે યોગીઓએ ચેતનાનું અમૃત પીધું તેમણે એકાંતનું સેવન કર્યું હોય છે. પરમાત્મા સાથે પ્રીતિનું એવું જોડાણ હોય છે કે તેમને લોક સંપર્કની જરૂર રહેતી નથી.
ધનપાલ કવિએ હૃદયંગમ વસ્તુ જણાવી છે. ભગવાન ! તારી સેવાથી મોક્ષ મળશે તેનો આનંદ છે, પણ તારી સેવા છૂટી જશે એટલે એટલો બધો આનંદ નથી. તારી સેવા, તારું સાનિધ્ય છૂટી જાય તેટલો આનંદ ઓછો થાય તેનો મને ડર છે.
ગૌતમસ્વામી જેવાએ પણ કેવળજ્ઞાનને ગૌણ કરી પ્રભુની સમીપતાનો આનંદ માણ્યો.
આ ૬૪. ધ્યાન એક અનોખું રહસ્ય છે
સહજધ્યાન, શુદ્ધ ધ્યાન તે આધ્યાત્મિક ક્ષેત્રે મૂલ્યવાન તત્ત્વ છે. જેમાં જીવનનું રહસ્ય પ્રગટ થાય છે. જે સાધક ધ્યાનના રહસ્યને જાણતો નથી તે દુર્ગાનનો ભોગ બની જન્મો સુધી યાતના ભોગવે છે. ધ્યાનનું આવું અનોખું મૂલ્ય માનવદેહે જ પ્રાપ્ત થાય છે.
ધ્યાન એ કરવાની વસ્તુ નથી. ધ્યાન કરવું છે એમ બોલવાની પદ્ધતિ છે. ધ્યાન આત્મામાં હોવાની ધારા છે. આત્મભાવની સુવાસ છે. તે પ્રયત્નથી નથી મળતી તેમાં સહજતા છે.
તમે કોઈ તપ કર્યું છે. અમુક વસ્તુનો ત્યાગ કર્યો છે. તેમાં અહંકાર જોડાય કે મેં અમુક પદાર્થોનો ત્યાગ કર્યો છે, તો તે ત્યાગની સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૧ ૧