________________
ગુરુ કહે તમારા રાજપુત્રને હું રાખી શકીશ નહિ, મારી શિક્ષણ પદ્ધતિ કડક છે.
હું બે લાકડી રાખું છું. પ્રારંભમાં ભૂલ થાય તો લાકડાની લાકડીથી શિક્ષા કરું છું. પણ વિદ્યાર્થી શિક્ષણમાં નિપુણ થાય પછી લોઢાની લાકડીથી સજા કરું છું.
અર્થાત્ મારું શિક્ષણ જાગૃતિનું છે. પળેપળ કિંમતી છે. ભૂલ કે પ્રમાદ જેવા દૂષણો ચલાવતો નથી. તમે રાજા છો. રાજકુમારને શિક્ષા કરું અને મારા પર નારાજ થઈ કંઈ પગલાં લો, તે અમારી પદ્ધતિને માન્ય નથી.
રાજા કહે ગુરુદેવ હું આ શિક્ષણ પદ્ધતિથી સંતુષ્ટ છું. મારા રાજકુમારને એવી વિનિમય પદ્ધતિથી તૈયાર કરો, તેમાં સંમત છું.
શિક્ષણમાં તૈયાર થયા પછી પ્રમાદ કે અહમ્ ન પોષાય તેથી ગુરુદેવ આ પદ્ધતિ અખત્યાર કરતાં. શિષ્યો પણ એવા તૈયાર થતા કે લોખંડની તલવારનો માર ખાવાનો વારો ન આવતો, રાજકુમાર એ રીતે તૈયાર થઈ ગયો, તેનું શિક્ષણ જોઈ રાજા પ્રસન્ન થયા.
ગુરુદેવ! કંઈ સેવા-લાભ આપો, ગુરુદેવ નિસ્પૃહ હતા. તેમને કિંઈ જરૂરિયાત ન હતી. વળી રહસ્યવાદી હતા. રાજાની સહાય લેવામાં કયારે પણ તેમની પદ્ધતિના સહભાગી બનવું પડે. તેથી રાજયની સહાય લેતા નહિ.
આવા ગુરુજનોની પરીક્ષા લેવાવાળા પણ હોય છે. એકવાર રાજાનો એક સૈનિક આવ્યો. તેણે કહ્યું હું રાજાનો સૈનિક છું. તેણે પૂછ્યું સ્વર્ગ શું ને નરક શું? તે મારે સમજવું છે. કારણ કે મને કયાંય સ્વર્ગ કે નરક દેખાતું નથી.
ગુરુ કહે, તું સૈનિક લાગતો નથી કુંભાર છું તારું કામ ગધેડા સાચવવાનું છે. તને શું સમજણ પડશે? તલવાર ચલાવતા આવડે છે ? આ સાંભળી સૈનિક મ્યાનમાંથી તલવાર કાઢી ઉભો થયો. તમે શું બોલો છે? કંઈ સમજો છો? ગુરુદેવ તરત જ બોલ્યા, ભાઈ, આ ગુસ્સોએ નરક.
સૈનિક આ સાંભળી શાંત પડયો. એણે ગુરુદેવની માફી માંગી, સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૪૧