________________
ત્રીસ દાયકા પછી એક ચાતુર્માસ પુનઃ અમદાવાદ કર્યું. લેખનની કેટલીયે સામગ્રી લઈને આવ્યા હતા. પણ અમદાવાદના ભક્તોને હાથમાં આવ્યા તે કેમ છોડી દે ? આ ભીડમાં કંઈ લેખન કાર્ય ન થયું. ત્યાં પૂ. આ ભગવંત ભદ્રંકરજીએ કહ્યું કે તમને આચાર્ય પદવી પ્રદાન કરવાની છે. તેમણે આચાર્યશ્રીને વિનંતિ કરી કે મને આ ઉપાધિમાં જ જોતરો, મને આગમની સેવા કરવા દો. એટલે આખરે આગમ સ્થવિર જેવું પદાર્પણ થયું. પછી તો ભાગ્યા, શંખેશ્વર ભણી. કયારેક શત્રુંજયદાદાને ભેટવા જતાં.
નિખાલસતા તો એવી કે અમદાવાદ હતા ત્યારે કોઈ શ્રાવક કહી જાય કે, પૂજ્ય એકાદ કલાકમાં તમારે ત્યાં પધારે છે, અને બાજુના પરિચિત શ્રાવકોના ઘરે પહોંચી જતાં, ન સામૈયું, ન બેન્ડવાજા, ન સભા બસ શ્રાવકોને, સાધકોને મળ્યાનો આનંદ.
લગભગ સાત દાયકા જેવી ઉંમરે ૬૦૦ જેવા કિ.મિ. દૂર રણ વિસ્તારના જેસલમેર પ્રુભના દર્શન માટે ત્યાંના જ્ઞાનભંડાર જોવા વિહાર કર્યો, માઈલો સુધી જયાં વૃક્ષોની છાયા ન મળે, ઉતારો પણ વ્યવસ્થિત ન મળે, સાપ વીંછીના ઉપદ્રવ હોય. ગોચરી પણ વ્યવસ્થિત હોય નહિ. આ જાણવા છતાં નીકળી પડયા. જોકે પાછળથી શ્રાવકો-સંઘે ઠીક વ્યવસ્થા કરી. જેસલમેર પ્રારંભમાં તો જ્ઞાનભંડાર જોવાની રજા ન મળી. પછી મુંબઈના ટ્રસ્ટીઓએ યોગ્ય વ્યવસ્થા કરી. ત્રણ ચાર વર્ષ ત્યાં રહ્યા.
ત્યાર પછી પહોંચ્યા દૂર સુદૂર પાદવિહાર કરીને હરદ્વાર-ઋષિકેશ. આગમ લેખન કાર્ય અવિરત ચાલુ હતું. તેમની ભાવના બદ્રીમાં જૈન દહેરાસરની સ્થાપના કરવાની હતી. ઉપર ધર્મશાળા જેવી વ્યવસ્થા હતી. પાદવિહાર કરીને ત્યાં પહોંચ્યા. આપણે મોટરમાં જઈએ તો પણ કઠણ લાગતા આ પ્રવાસ તેમણે અને સાથીઓએ પગપાળા કર્યો. કેવી મુસીબતે પહોંચ્યા તેનું અલગ પુસ્તક લેખન થયું છે. બદ્રીમાં ગોચરીની પૂરતી વ્યવસ્થા કયાંથી હોય ? પણ ત્યાં પ્રભુની પધરામણી કરવાનો ઉમંગ હતો. તેમનામાં કેટલાક તો ખાખરા ચણાથી આયંબિલ કરતા.
૮૪
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો