________________
તેને થયું અહીં તો કયારેય માલપૂડા મળ્યા નથી. વળી એ સ્વામીજી પણ ઘણા પ્રભાવશાળી છે એટલે એમના સંઘમાં જોડાઈ જાઉં?
આમ વિચારી તેણે જ્ઞાનદેવની પાસે ત્યાં જવાની રજા માંગી. જ્ઞાનદેવ કહે ભલે તું જા પણ પેલો મંત્ર પાછો આપ તો જા. ત્યાં તને સ્વામીજી મંત્ર આપશે.
શિષ્ય કહે મંત્ર કેવી રીતે પાછો આપું? જ્ઞાનદેવ કહે મોંમા પાણી ભરી આ પત્થર પર કોગળો કર, શિષ્ય તે પ્રમાણે કર્યું. મંત્ર પત્થર પર કોતરાઈ ગયો, પણ શિષ્યનું શું ગજુ આ શક્તિ પારખવાનું? કોગળો કરી તેતો ભાગ્યો, સ્વામી રામદાસ પાસે ગયો.
સ્વામીજીએ પૂછયું કયાંથી આવ્યો? જ્ઞાનદેવ પાસેથી સ્વામીજી તો ઉભા થઈ ગયા. અરે ! જ્ઞાનદેવ તો મહાન સંત છે, તેમને છોડી અહીં કયાં આવ્યો?
સંતો જ સંતોને ઓળખી શકે. તેમની પાસે જ્ઞાન ચક્ષુ હોય છે.
૨૦. જીવ મૈત્રી
શાસ્ત્રકારોએ આત્માને પરમાત્મ સ્વરૂપે જોવા જાણવા અને અનુભવવા ઉત્તમ ભાવોનું રસાયણ આપ્યું છે. તે રસાયણ પથ્ય વગર કાર્યકારી થતું નથી. તે છે જીવનની પવિત્રતા. તે ગુણો દ્વારા સહજ પ્રગટ થાય છે.
કોઈ પૂર્વનો આરાધક જીવ ગુણોની આ સંપત્તિની વિશેષ વૃદ્ધિ કરે છે. અપરિગ્રહી જેવા ગુણો તો તેમને સ્વાભાવિક હોય છે.
સંત તુકારામ જન્મથી આકિંચન્યને વરેલા હતા ભક્તિની સંપત્તિને વરેલા હતા. સૌ જીવો પ્રત્યે પ્રેમ-મૈત્રી એ તેમનો વૈભવ હતો.
એકવાર તેઓ માર્ગે જતા હતા. એક જગાએ પક્ષીઓ ચણતા હતા તે તેમનો પગરવ સાંભળી ભયથી ઊડી ગયા. તુકારામ તો ત્યાં ઊભા રહી ગયા. અરે ! મારા પગરવથી આ પક્ષીઓ ભય પામ્યા? તેઓએ પ્રસંગને નાનો ન ગણ્યો. તેઓ ત્યાંજ ઉભા રહ્યા. ત્રણ દિવસ થયા પોતે
સત્ત્વશીલ-તત્વમય પ્રસંગો
૪૨