________________
લીધું હતું. ઉપરની કથા અકબરના વખતમાં સાક્ષાત બનેલી છે. જો વાંચનાર તેમાં શ્રદ્ધાના સ્ત્રોતને જોડે તો તેના જીવનમાં સુખ શાંતિ મળે, મૂંઝવણનો માર્ગ મળે, જીવનવિકાસની શ્રદ્ધા દૃઢ થાય. રાજાને થયું તેમ બને ખરું.
છેવટે માનવને જોઈએ છે શું? સુખ અને શાંતિ. તે જયાંથી મળે ત્યાં શોધાય અંધારામાં પડેલી ચીજને શોધવા બહાર પ્રકાશમાં જવાનું નથી. ચીજ ખોવાઈ ત્યાં પ્રકાશ કરવાની જરૂર છે.
જીવનના સુખ, આનંદ, નિર્દોષતા માટે વૈજ્ઞાનિક સાધનો વધારવાથી નહિ મળે. પરંતુ સાત્ત્વિક અને તાત્ત્વિક જીવનના સહારે મળશે. જે માનવના જીવનમાં અપ્રગટ રહેલ છે. તેને શ્રદ્ધા જેવા તત્ત્વોથી વિકસાવો અને તેમાંથી પાંગરતુ જીવન એ જ ચમત્કાર છે અંતમાં અંતરમાં રહેલા સુખને ગુણો દ્વારા પ્રકાશ આપી શોધો. સ્વયં પ્રગટ થશે. ગુણોનું સાક્ષાત્ થવું તે ચમત્કાર છે.
. ૯. સમગણે તૃણમણિ પાષાણ રે
યોગીઓના જીવન એટલે મન, વચન, કાયાનો સંયમ અને ચેતનાની પવિત્રતા.
“મન, વચ, કાચ નિર્મળ રાખે, ધન ધન જનની તેની રે.”
દુન્વયી દોડ પ્રમાણે ખાતા પીતા કેવળ સુખ સગવડના સહારે જીવતા માનવીને આ નહીં સમજાય, કોઈ સગુરુ બોધ અંતરમાં મંથન કરે તો સમજાય.
આ યોગીજનોએ વિષય કષાય જેવી તુચ્છ વસ્તુને તિલાંજલિ આપી અંતરની સમૃદ્ધિની ખોજ કરી. જંગલની વાટે એકાંત ગાળી, શરીરાદિના સુખોને અપ્રધાન કરી આત્મત્વને પ્રાપ્ત કર્યું છે. આ દુનિયાની સર્વ સિદ્ધિનો તેમાં સમાવેશ થઈ જતો.
આવા એક યોગી એક નાની સરખી ઝૂંપડીમાં રહે. એકવાર એક રાજાની સવારી ત્યાંથી નીકળી. રાજાએ યોગીને જોયા, દર્શન માટે
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૨૬