________________
શાસ્ત્ર શ્રવણ અને શ્રદ્ધા પ્રાપ્ત થવા છતાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થવું દુર્લભ છે.
૧. મનુષ્ય જન્મ : ચોર્યાશી લાખયોનિમાં મને મનુષ્યજન્મ મળ્યો, નરક તિર્યંચ ગતિ અતિ દુખદાયી અને પરાધીન છે, દેવગતિમાં સુખ પણ અંતે ત્યજવાના છે. માનવજન્મ આત્મકલ્યાણ અર્થે પુરુષાર્થ કરવાની પૂરેપૂરી તક છે. બુદ્ધિશક્તિ જ્ઞાનરૂપે પરિણમે ત્યારે માનવજીવન કલ્યાણ માર્ગે વળે છે. સમ્યગ્ દર્શનને યોગ્ય બને છે.
૨. કર્મભૂમિ : એટલે જયાંથી કર્મક્ષય કરવાનો યોગ મળે તેવી ધર્મ સાધન પ્રાપ્તની ભૂમિ. અકર્મભૂમિ-યુગલિકભૂમિ કે જ્યાં વીતરાગ દેવ ગુરુ ધર્મનો યોગ ન મળે તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તો કયાંથી થાય ?
૩. આર્યદેશ : જ્યાં દેવગુરુ ધર્મનો યોગ મળે. કલ્યાણ મિત્રો મળે, ભક્ષ્યાભક્ષ્યનો વિવેક મળે. કેટલાક અનાર્ય દેશ એવા છે જયાં પ્રાણી જન્ય આહાર સિવાય કંઈ મળે નહિ. કોઈ પુણ્યની પળે મનુષ્યાયુનો બંધ થયો, માનવજન્મ મળ્યો પણ જો પશુ જેવો જીવનયોગ થયો તો જન્મ ગુમાવ્યો.
૪. આર્યકુળ : આર્યકુળમાં જન્મેલા બાળકને બાળપણથી સુસંસ્કાર વિનય, ભક્ષ્યાભક્ષ્યની સમજ મળે. માતા-પિતા ગુરુજનો ધર્મ જીવનનું સિંચન કરે.
નીરોગિતા ઃ : શુભ યોગે બધી સામગ્રી મળી પણ અશાતાવેદનીય કર્મથી ઘેરાઈ ગયો. દેહની આળપંપાળ છૂટે નહિ ત્યાં આત્મ કલ્યાણ કયાં કરે ? શરીરએ એક સાધન છે. જે સાધનામાં ટકાવે છે. માટે નીરોગીતાની જરૂર છે.
૬. આયુષ્ય : આ બધું છતાં આયુષ્ય અલ્પ હોય તો સાધનાનો સમય કયાં મળે ?
૫.
૧૪૮
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો