________________
પાના પર જોયું તો નવતત્ત્વનું વિવેચન હતું. પછીના પાના પર અદ્ભુત આલેખન હતું. ખૂબ ગમ્યું.
આ ઘટના ૧૯૮૩ની છે. આગળના પાના ન હોવાથી ક્યાં મળે કેમ મળે તે મિત્રોને પૂછવા માંડયું. અને શુભ સંકેત મળ્યો કે કચ્છથી મળે. પૂ. આ. શ્રી કલાપૂર્ણજીનું લખેલું છે.
૧૯૮૪માં કચ્છની યાત્રાએ જવાનું થયું પણ ઉપરની વાત વિસરાઈ ગયેલી. પરંતુ નવતત્ત્વના પુસ્તક પર કરેલા શુભ ભાવે અવસર આપ્યો. અમે માંડવી દર્શન કરવા ગયા હતા ત્યાં એક ભાઈ કહે આજે આચાર્ય ભગવાન પધાર્યા છે, અને મને સ્કૂરણા થઈ. એ જ નવતત્ત્વના બોધવાળા, ચાલો વંદન કરવા જઈએ.
શિયાળાના સાંજના સાત વાગેલા એટલે રાતની શરૂઆત. પેલા ભાઈ કહે હવે આચાર્યના દર્શન નહિ થાય. બહેનોને રાત્રે જવાની મનાઈ છે. અમે બે બહેનો હતા. ભાવ કરીને ઉપાશ્રયે ગયા. બહાર ઊભા રહી પૂછાવ્યું કે અમદાવાદથી બે બહેનો આવ્યા છે. નવતત્ત્વના પુસ્તક માટે પૂછવું છે. માર્ગદર્શન મેળવવું છે.
શુભોદયે પૂ. સાહેબજી એક શિષ્યને સાથે લઈ બહાર આવ્યા. અમે વંદન કર્યા. સાહેબજી શિષ્ય સાથે ઓસરીમાં બેઠા.
સાહેબજી, આપનું લિખિત નવતત્ત્વ જોવા મળ્યું તે ખૂબ રુચ્યું, અદ્ભુત લાગ્યું. પણ મને વધુ જાણકારી નથી છતાં એવો ભાવ થયો છે કે નાઈરોબી-આફ્રિકા સત્સંગ માટે જવાનું છે. તો આ પુસ્તકો ૩૦૦ જેવા મળે તો ત્યાં લઈ જઉ અને ત્યાંના બહેનો ને સ્વાધ્યાય કરાવું? તો આપ આજ્ઞા અને માર્ગદર્શન આપશો? કારણ કે મને નવતત્ત્વનું વિશેષ જ્ઞાન નથી.
સાહેબની તરત જ બોલ્યા કે ૧. જીવઃ એટલે ચેતન તત્ત્વ, જીવે છે તે જીવ છે. ચારે ગતિમાં છે. ૨. અજીવ અચેતન એટલે જીવ નથી તેવા જડ પદાર્થો, દેહ ખાટલા
પાટલા વિગેરે. ૩. પુષ્ય જીવના નિમિત્તાધીન શુભભાવ તે પુણ્ય, તેના ઉદયે સુખ મળે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો