________________
૭૦. પ્રભુભક્તિ જેનું જીવન છે
સર્વ ધર્મોનો સાર સર્વ જીવોને સમાનભાવે જોવા. તેવો વ્યવહાર કરવો, આ થઈ શાસ્ત્રીય વાત, તે આચારમાં આવે ત્યારે તે બોધરૂપ કે આચરણરૂપ બને. વ્યવહાર જનિત સંબંધમાં ઔચિત્ય રહે. જેમકે માતાનો આદર થાય પત્નીને પ્રેમ થાય. બાળકોને વાત્સલ્ય મળે. મિત્રોમાં સમાનતા, ગુરુજનોમાં આદર, વિનય, પરમાત્માની ભક્તિ. આ ભેદ જુદાઈ માટે નથી પણ જયાં જયાં જે જે યોગ્ય છે તેવો વ્યવહાર છે.
મહાત્મા ગાંધી બાપુ જેલમાં હતા. અંગ્રેજો માટે તેઓ ગુનેગાર જેવા હતા. તેથી જયારે જેલમાં હતા ત્યારે તેમની સેવામાં તેમનો અનાદર કરે તેવા માણસો મૂકવામાં આવતા. પણ તે સૌ હતા ભારતીય એટલે તેઓને બાપુ માટે સન્માન રહેતું. આથી અંગ્રેજ ઉ૫રીએ બાપુની પાસે એક આફ્રિકન મૂક્યો, થોડો વખત તેણે બાપુ સાથે તોછડું વર્તન કર્યું.
એકવાર તેને વીંછી કરડયો, બાપુએ પોતાના જીવનો વિચાર કર્યા વગર તેનું ઝેર ચૂસી લીધું. બાપુની ભાવના શુદ્ધ હતી તેમને કંઈ આંચ ન આવી અને પેલો આફ્રિકન પીડામુક્ત થવાથી બાપુનો બની ગયો. આમ બાપુની સેવામાં દુશ્મનને મૂકે તો પણ તે માનવ મિત્ર બની જતો. આ હતી બાપુની મૈત્રીભાવની સમાનતા.
મૈત્રી આદિ ભાવનાનું સુંદર વ્યાખ્યાન આપનાર કથંચિત શબ્દમાં કે વ્યાખ્યામાં અટવાય પણ તે ભાવના સાકાર કે વ્યાપક કયારે બને ? તે આ દૃષ્ટાંતથી સમજાય છે. હૃદયમાં વસેલા રામ-પ્રભુ પ્રગટ કયારે થાય ? ભાવના ભીની હોય તો, હૃદય કોરું રહે તો ભાવના ભીની કેવી રીતે રહે ?
રામનો રાજયાભિષેક થયો, દરેકની યોગ્યતા પ્રમાણે સૌને પુરસ્કાર મળ્યા. કેવળ હનુમાન બાકી રહ્યા. સીતાજી કહે હનુમાન બાકી કેમ ? રાજા રામ કહે હનુમાનને આપવા યોગ્ય મારી પાસે કોઈ વસ્તુ નથી. એટલે સીતાજી એ પોતાના કંઠમાંથી કિંમતી મોતીનો હાર હનુમાનને આપ્યો.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૨૩