________________
નવાજી.
ધન્ય તે માતા પિતા કુલવંશ. આટલા કાર્યભારને વહન કરવા છતાં બોજો કેમ નથી. મેં કર્યું તે વિચાર સુધ્ધા નથી. નાણાંનો હિસાબ કાર્ય સાથે પૂરો થાય. પછી વિકલ્પને સ્થાન કયાં રહે? મુક્તિ પણ કેટલે દૂર રહે?
રત્નસુંદરજીના કલિયુગની કમાલમાંથી વાંચીને અત્રે ઉધૃત કર્યું છે. પ્રગટ કરવાનો ભય હતો પણ આ પુસ્તકના સહારે સાહસ કર્યું છે. એશ આરામી યુવાનોને પ્રેરણા દાયક છે.
હજી તો ઘણું ય બાકી રહી જતું હશે. મારે નિકટના પરિચયનું પુણ્ય નથી. એટલે દૂરથી જેટલું જાણ્યું તે ભાવનારૂપે પ્રસ્તુત કર્યું છે. પૂ. શ્રી આચાર્ય ભગવંત રત્નસુંદરજી લિખિત કલિયુગની કમાલપુસ્તકના આધારે છે.
અંતે વયોવૃદ્ધ હોવાથી સુભાશીષ આપું છું. દીર્ધાયુ બનો, નિરપેક્ષ સેવાકાર્ય કરતા રહો. આત્મ ઉપાસનાને સેવતા રહો. હજી સુધી લેખનમાં નામ નથી આપ્યું.
આ કથન કોને માટે છે અંતે નામકરણ કરું છું આ છે. કુમારભાઈ વિ. શાહ સેવાભાવી સાથે ઉત્તમ ઉપાસક ને વંદન હો.
ક્ષમાયાચના સહિત શુભભાવના.
૯૩. સર્વ જગ થયું ખારું છે
| (ભક્તિમયી મીરાં) “મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું ખારૂં” મીરાંનો જન્મ મેડતા નજીક કુડકી ગામે થયો હતો. મીરાંના માતાનો સ્વર્ગવાસ થયો ત્યારે મીરાંની ઉંમર ચાર વર્ષની હતી. કુટુંબમાં મીરાંની સંભાળ લે તેવું કોઈ ન હોવાથી દાદા દુદાજીએ મીરાંને મેડતા બોલાવી લીધા. દુદાજીનું કુટુંબ વૈષ્ણવ ભક્તિથી રંગાયેલું હતું. મીરાંના
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૬૮