________________
ઊંચે જોયું તો પત્ની સુભદ્રાની આંખના આંસુના તે ટીપા હતા. તેમણે તરત જ પૂછ્યું : આ ઘરમાં પત્નીને એવું દુઃખ ન હોય કે તેને રડવું પડે. તમે કેમ રડો છો ?
સુભદ્રા કહે મારો ભાઈ શાલિભદ્ર અતિ ધનાઢય, સુકોમળ છે તેણે ભગવાન મહાવીરે કહેલો બોધ માતા દ્વારા સાંભળ્યો, પોતે ભગવાન મહાવીરનો બોધ સાંભળવા ગયા ન હતા. માતાના મુખેથી બોધ શ્રવણ કરી અતિ ઉદાસીન બની ગયા.
વળી તે દિવસે સૌથી નાની પત્ની પદ્માને શરીરે જવર હતો. શાલિભદ્ર પદ્માની પાસે બેઠા હતા. તેનો હાથ હાથમાં લીધો પણ આ શું ? તરત જ છોડી દીધો, કારણ કે પદ્માને જવર હતો. હાથ ગરમ હતો, એવા ગરમ હાથનો સ્પર્શ શાલિભદ્ર માટે પ્રથમ પ્રસંગ હતો, શરીરમાં આવો રોગ મને પણ થાય ?
આમ વિચારીને દેહની આવી વિલક્ષણતા જોઈ ઉદાસીનતા આવી ગઈ હતી. તેમાં માતાજીએ ભગવાનની વાણી કહી અને શાલિભદ્રને પૂર્વની કરેલી ઉત્તમ ભાવનાઓનો સંસ્કાર ઉદિત થયો. અંતર પ્રકાશ પ્રગટ થયો અને માતાને કહ્યું કે હું આ સંસાર ત્યજી ભગવાનને શરણે જાઉં છું.
માતા આ સાંભળીને મૂર્છિત થઈ ગયા. બત્રીસનું એકમ ઝાંઝરના ઝણકાર સાથે દોડી આવ્યું માતાની સેવા કરી, માતા સ્વસ્થ થયા. તેમણે પુત્રને સમજાવ્યો આમ એકાઅકે તારા જવાથી અમે સૌ દુઃખી થઈશું. શાલિભદ્રનો અંતર પ્રદેશ જાગતો જ હતો. તેમણે માતાની વાત સ્વીકારી નિર્ણય કર્યો રોજ એક પત્નીનો ત્યાગ કરશે. બત્રીસ દિવસ પછી ચાલી નીકળશે.
આ વાતનો મર્મ વિચારો કે શાલિભદ્રે બત્રીસ દિવસ પૂરા કર્યા નથી કેવા આત્મબળથી રહ્યા હશે. દિવસ ઊગે વૈરાગ્ય વૃદ્ધિ પામતો હતો.
આ વાતની તેમની બહેન સુભદ્રાને ખબર પડી. તે યાદ આવતા તેની આંખમાંથી અશ્રુ સરી પડયા. ધન્નાજી પણ પૂર્વની આરાધનાની
૭૬
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો