Book Title: Sattvashil Tattvamay Prasango
Author(s): Sunandaben Vohra
Publisher: Swadhyay Satsang Parivar

View full book text
Previous | Next

Page 172
________________ શિક્ષણ માટે એક પંડિતની નિયુક્તિ કરી હતી. મીરાંએ પંડિતજી પાસે ધાર્મિક તથા ભક્તિગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. મીરાંને એક સાધુબાબા પાસેથી શ્રીકૃષ્ણની મૂર્તિ મળી હતી. મીરાં શ્રી કૃષ્ણની પૂજા, ભક્તિ નૃત્ય કરતી. વળી એકવાર એક જાનના વરઘોડાના વાજાં સાંભળી, ગાડામાં બેઠેલા વર-વધૂને જોઈ મીરાંને લગ્ન કરવાની ઈચ્છા થઈ. મીરાં દાદાને કહે, “મારે પરણવું છે” મીરાં દાદાની લાડલી દીકરી. મીરાંના બોલે દાદા બંધાઈ જાય. ગૃહમંદિરમાં શ્રી કૃષ્ણની મૂર્તિ. દાદાને થયું, હજી લગ્નવયની વાર છે. પણ તેની ઈચ્છા પૂર્તિ તો કરવી. એટલે બે-ચાર સખીઓની હાજરીમાં દાદાએ મીરાંને શ્રીકૃષ્ણની મૂર્તિ આપી કહ્યું, “તારા લગ્ન આ મૂર્તિ સાથે થયા. બાળ મીરાં મૂર્તિને હૈયે લગાડી નાચવા લાગી. વાસ્તવમાં સમય જતાં મીરાં લગ્નને યોગ્ય વયની થઈ. પિતાએ મેવાડના રૂપાળા રાણા સાથે તેના લગ્ન કર્યા. મીરાંએ વિદાય વેળાએ પાલખીમાં શ્રીકૃષ્ણને સાથે લીધા. મીરાંને જોઈ વડીલો પ્રસન્ન થયા. સામાન્ય વિધિ પતી ગઈ. મીરાંએ સુંદર ઓરડામાં શ્રીકૃષ્ણની સજાવેલી મૂર્તિને પધરાવી. મીરાં મનોમન વિચારે છે. દાદાએ શ્રીકૃષ્ણની મૂર્તિ સાથે પરણાવી, પિતાએ મેવાડના રાણા સાથે પરણાવી. પુનઃ મીરાં ભક્તિ કરવા લાગી. મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું મન મારું રહ્યું ન્યારું રે...... સંસારીનું સુખ એવું, ઝાંઝવાના નીર જેવું તેને તુચ્છ કરી ફરીએ રે..... મીરાંબાઈ બલિહારી, આશા મુને એક તારી હવે હું તો બડ ભાગી રે.... રાજવંશમાં પ્રણાલિ હતી. નવ વરવધૂ પ્રથમ કુળદેવીના દર્શન વિધિ કરે પછી બીજો વ્યવહાર શરૂ થાય. તે સમયે રાજ પરિવારના મંદિરમાં મીરાને દેવીના દર્શન કરવા માટે નણંદ ઉદા કહેવા આવી પણ મીરાં અધૂરી પૂજાએ ઊઠી નહીં, સાસુની આજ્ઞાની અવગણન! સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧૬૯

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196